Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અમેરિકાને વધુને વધુ વિદેશી તજજ્ઞોની જરૂર છે : ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ વિરોધી નીતિ દેશ માટે ઘાતક : અમેરિકાના પ્રાઈમ મિનિસ્ટર પદના ડેમોક્રેટ ઉમેદવાર માઈકલ બ્લુમબર્ગનું ન્યુયોર્ક મુકામે ઉદબોધન

ન્યુયોર્ક : અમેરિકામાં 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર  માઈકલ બ્લુમબર્ગએ ન્યુયોર્ક મુકામે નોમિનેશન પ્રસંગે પોતાના ચૂંટણી પ્રચારમાં ઉપરોક્ત મંતવ્ય રજુ કર્યું હતું

તેમણે ઉમેર્યું હતું કે વિદેશી નાગરિકોના અમેરિકામાં આગમનથી દેશની સંસ્કૃતિ વધુ સધ્ધર થાય છે.ઉપરાંત આર્થિક તેમજ સામાજિક ઉન્નતિમાં પણ વધારો થાય છે.

ઉલ્લેખનીય છે કે  માઈકલ બ્લુમબર્ગ ન્યુયોર્કના પૂર્વ મેયર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.તથા ટ્રમ્પની નીતિ રીતિઓના પ્રખર વિરોધી ગણાય છે.

(12:16 pm IST)