Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમેરિકામાં શ્રી વેંકટેશ્વર સ્વામી (બાલાજી) ટેમ્પલના ઉપક્રમે ૧૭ નવેં.૨૦૧૯ના રોજ ડાન્સ ફેસ્ટીવલ ઉજવાયોઃ ભારતની સંસ્કૃતિનું નિદર્શન કરાવતા ભરત નાટયમ, કુચીપુડી,ઓડીસી, કથક, શિવતાંડવ સહિતની કૃતિઓથી દર્શકો મંત્રમુગ્ધ

ઇલિનોઇસઃ યુ.એસ.માં ઓરોરા ઇલિનોઇસ મુકામે આવેલા શ્રી વેંકટેશ્વર સ્વામી (બાલાજી) ટેમ્પલ ખાતે ૧૭ નવેં.૨૦૧૯ રવિવારના રોજ વાર્ષિક ડાન્સ ફેસ્ટીવલ યોજાઇ ગયો.

સમગ્ર ફેસ્ટીવલ દરમિયાન ભારતની વિવિધતામાં એકતા સમાન સંસ્કૃતિનું નિદર્શન કરાવતા કલાસિકલ ડાન્સ દર્શાવાયા હતા. જેમાં ભરત નાટયમ, કુચીપુડી, ઓડીસી, મોહિનીતમ, કથક, શિવ તાંડવ, સહિતની કૃતિઓનો સમાવેશ થતો હતો. જે જુદી જુદી ડાન્સ સ્કૂલોમાં ટ્રેનીંગ મેળવેલા ૧૨૫ જેટલા કલાકારો દ્વારા રજુ કરાયા હતા.

વિવિધ ડાન્સ કૃતિઓ પેશ કરનાર કલાકારોમાં સુશ્રી હેમલથા વિજયકુમાર, સુશ્રી પલ્લવી ન્રિતા સુશ્રી લક્ષ્મી બાલચંદ્રન, સુશ્રી શ્રુથી મોથકુર, સુશ્રી નંદિની ભામીદિપ્તી, સુશ્રી ક્રિથિકા વર્ષા, ડો.આનંદ શંકર જયંત, સહિતનાઓનો સમાવેશ થતો હતો જે તમામ કૃતિઓ સંગીત તથા નૃત્યના તાલે નિહાળીને દર્શકો મંત્રમુગ્ધ થઇ ગયા હતાં. તેવું શ્રી સુરેશ બોડીવાલા દ્વારા જાણવા મળે છે.

(8:10 pm IST)