Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમેરિકાના શિકાગોમાં પણ પાકિસ્તાન જેવી ઘટના : ભારતીય મૂળની 19 વર્ષીય સ્ટુડન્ટ યુવતી ઉપર બળાત્કાર બાદ હત્યા : એક શકમંદ આરોપીની ધરપકડ : પોલીસ તપાસ ચાલુ

શિકાગો : અમેરિકાના શિકાગોમાં પણ પાકિસ્તાન જેવી ઘટના બનવા પામી છે.જે મુજબ ઈલિનોઈસ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી ભારતના હૈદ્રાબાદની વતની સ્ટુડન્ટ યુવતિ રૂથ જ્યોર્જ ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી હોવાનો મામલો બનવા પામ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ યુવતી ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરવાના આરોપસર 26 વર્ષીય યુવાન ડોનાલ્ડ થર્મનની ધરપકડ કરાઈ છે.જેણે ગુનો કબૂલી લીધો હોવાનું જાણવા મળે છે.

યુવતી સાથેનો સંપર્ક શુક્રવારથી બંધ થઇ ગયો હોવાનું તેના પરિવારે યુનિવર્સીટીના સંચાલકોને જણાવ્યા બાદ શનિવારે તેઓની માલિકીના વાહનની પાછલી સીટમાંથી જ રુથનો મૃતદેહ મળી આવ્યો હતો.જેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યા મુજબ યુવતીનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું છે.

યુવતીનો પીછો કરનાર આરોપી તેનો સહાધ્યાયી નથી.તેણે ગુનો કબૂલી લીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)