Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

યુ.એસ.માં ડલાસ ફોર્ટવર્થ ખડાયતા પરિવારના ઉપક્રમે કોટયર્ક ઉજાણીનું આયોજન કરાયું: રમત-ગમત,ફોક ડાન્સ, બોલીવુડ ડાન્સ, તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

ડલાસઃ યુ.એસ.માં ડલાસ ફોર્ટવર્થ ખડાયતા પરિવાર (DFWKP) દ્વારા કોટયર્ક ઉજાણીનું ૧૬ નવેં.૨૦૧૯ના રોજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ખડાયતા પરિવારના ૧૫૦ સભ્યોએ ઉત્સાહથી ભાગ લઇ ઉજાણીને સફળ બનાવી હતી. શરૂઆતમાં DFWKP દેવાંગીબેન નાગર દ્વારા સહુનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ વિવિધ રમતો અને હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. પછી કલ્ચરલ પ્રોગ્રામમાં ફોક ડાન્સથી બોલીવુડ ડાન્સના વિવિધ નૃત્યો પ્રદર્શિત કરાયા હતા. બાળકોથી મોટાએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઇ આનંદ માણ્યો હતો.

પ્રેસિડન્ટ શ્રીમતિ દેવાંગીબેનના વિજેતાઓને ઇનામ અને ડાન્સ પાર્ટીસિપન્ટસને ટ્રોફી આપવામાં આવી હતી. તેમણે ગયા વર્ષના (૨૦૧૮) એકસ પ્રેસિડન્ટ શ્રી કૃષ્ણકાંત શાહ અને શ્રીમતિ નિર્વાબેન શાહને તેમણે કરેલા કાર્યો અને આપેલા સહકાર બદલ પ્લેક આપી સન્માન કર્યુ હતું.

ત્યારપછી નવા વર્ષના (૨૦૨૦)ની પ્રેસિડન્ટ શ્રી મૌલેશભાઇ શાહની ઓળખ કરાવી હતી. ખડાયતા પરિવારના વોલન્ટીઅર્સ દ્વારા બનાવાયેલ વિવિધ અપેટાઇઝર્સ અને સંજયભાઇ દેસાઇ રાખી કેટકર્સ દ્વારા બનાવાયેલ સ્વાદિષ્ટ ભોજનનો સહુએ આનંદ માણ્યો હતો. અંતે ફાયરવર્કસના આનંદ સાથે સહુ છુટા પડ્યા હતા.

(7:48 pm IST)