Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

યુ.એસ.માં ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો : દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સિનેમા ગીતો, ટીપણી રાસ, તથા સ્વાદિષ્ટ ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન

ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોએ  તેમનો વાર્ષિક કાર્યક્રમ માનવ સેવા મંદિરમાં નવેમ્બર 10, 2019 ના રોજ સાંજે 5:00 થી રાતના 10:45 સુધી યોજ્યો હતો. સાંજે 5:00 વાગે અમારા વાર્ષિક કાર્યક્રમમાં આવનાર સભ્યો અને મહેમાનોએ સ્વાદિષ્ટ ભોજનની શરૂઆત કરી હતી અને ભોજનનો કાર્યક્રમ સાંજે 6:30 કલાક સુધી ચાલુ રહ્યો હતો. તે પછી સેક્રેટરી શ્રી હીરાભાઈ પટેલે  કારોબારી કમિટીના સભ્યો વતી બધા મહેમાનો અને સભ્યોનું  હાર્દિક સ્વાગત કરી આ ભવ્ય કાર્યક્રમની મજા માનવા જણાવ્યું હતું. વિવિધ કાર્યક્રમની સાથે મ્યુજીકલ ગ્પ મધુર રાગમાં વિવિધ સિનેમા ગીતો રજુ કરશે. આ કાર્યક્રમ આપણા સિનિયર્સ ભાઈ બહેનો માટેનો  છે અને તે રીતે મજા માણવા વિનંતી કરી હતી. તે પછી કારોબારી કમિટીના સભ્ય શ્રી દિલીપ પટેલે ડૉ. અનંતભાઈ રાવલ, શ્રીમતી કોકિલા પટેલ, શ્રીમતી  લલિતા પટેલને સ્ટેજ પર આવવા વિનંતી કરી હતી. તે પછી શ્રી દિલીપ પટેલે આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી છોટાલાલ પટેલ, અતિથિ વિશેષ  શ્રી મફતલાલ પટેલ,પરીખ વલ્ડ વાઈડ મીડિયાના વાઈસ પ્રેસીડન્ટ શ્રી ભાઈલાલભાઈ પટેલ, શ્રી ડાહયાભાઇ પ્રજાપતિ, શ્રી પ્રદીપ પટેલ અને શ્રી રાજુભાઈ ચૌહાણ અને ડો. નરસિંહભાઇ પટેલને  સ્ટેજ પર આવવા વિનંતી કરી હતી. ડૉ. અનંતભાઈ રાવલ દીપ પ્રાગટ્ય માટે ના શ્લોક બોલવાનું શરુ કર્યું તે સાથે કોકોલાબેન અને લલિતાબેને મીણબતી સળગાવી દીપ પ્રાગટ્ય માટે મહેમાનોને વિનંતી કરી. દીપ પ્રાગટ્ય પછી બધાનો કારોબારી  કમિટીના સભ્યો અને એડવાઈઝરી કમિટીના સભ્યો સાથે ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.

તે પછી મ્યુઝિકલ ગ્રુપ તરફથી શ્રીમતી પવિત્રા દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. તે પછી કારોબારી કમિટીના સભ્ય શ્રી અરવિંદભાઈ કોટકે સીનીયર ભાઈ બહેનો તરફ્થી જે આઈટમ આપવાની  હતી તે અંગે શ્રી નરેશ દેખતાવાળાને જાહેરાત કરવા જણાવ્યું હતું. શ્રી નરેશ દેખતાવાળાની ટીપની ડાન્સ અંગે જાહેરાત થયા પછી તરત જ ટીપની ડાન્સની બહેનો સ્ટેજ પર ગોઠવાઈ ગઈ હતી. ટીપની ડાન્સનું ગીત શરૂ થતાંની સાથે બહેનોએ જુદા જુદા ફોર્મમાં ટીપની ડાન્સની શરૂઆત કરી હતી. મોટા ભાગની બહેનો ઉંમરલાયક હોવા છતાં ટીપની ડાન્સ બહુ સારો કર્યો હતો. પ્રેક્ષકોએ તાળીઓ  પાડીને ટીપની ડાન્સની બહેનોને પ્રોત્સાહિત કરી હતી.

છોટાલાલ પટેલને પ્રસંગને અનુરૂપ બે શબ્દ કહેવા વિનંતી કરવામાં આવી. શ્રી છોટાલાલે પોતાની આગવી શૈલીમાં સિનિયર્સ ભાઈ બહેનોને સંબોધન કર્યું. તેઓ કાર્યક્રમની વ્યવસ્થા અને સમય પાલનથી બહુ જ પ્રભાવિત થયા. તે પછી ડૉ. આઈએસસીના પ્રેસીડન્ટ ડૉ. નરસિંહભાઈ પટેલે સિનિયરને અનુરૂપ અને ઉપયોગી વાત કરી. તે પછી મુખ્ય મહેમાન પોતાના સ્થાન પર જવા નીચે ગયા.

સ્પોન્સરોને સન્માનવા માટેના કાર્યક્રમમાં શ્રી કાંતિભાઈ પટેલે બધા સ્પોન્સરોને નામથી બોલાવીને સ્ટેજ પર આવવા વિનંતી કરી હતી અને પછી મુખ્ય મહેમાન શ્રી છોટાલાલના હસ્તે દરેક સ્પોન્સર ને ગીફ્ટ અને ગુલાબના ફૂલથી સન્માનવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં શ્રી ભુપેન્દ્ર સુથાર અને શ્રી સંદીપ શેઠે મદદ કરી હતી. શ્રી મફતભાઈ પટેલના હસ્તે ઘણા સ્પોન્સરોને ગીફ્ટ અને ગુલાબના ફૂલથી સન્માનવામાં આવ્યા હતા. પછી બધા સ્પોન્સરોનો મુખ્ય મહેમાન શ્રી છોટાલાલ પટેલ અને અતિથિ વિશેષ શ્રી મફતભાઈ પટેલ, ડૉ. નરસિંહભાઇ પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ, શ્રી ભુપેન્દ્ર સુથાર અને શ્રી સંદીપ શેઠ સાથે ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો. પછી પોત પોતાના સ્થાને જવા વિનંતી કરવામાં આવી હતી.

આ પછી બધા કલાકારોને સ્ટેજ પર બોલાવ્યા હતા

    આ પછી શ્રી મનુભાઈ શાહે મુખ્ય મહેમાન શ્રી છોટાલાલ પટેલ, અતિથિ વિશેષ શ્રી મફતભાઈ પટેલ,  શ્રી પ્રદીપભાઈ પટેલ, શ્રી રાજુભાઈ ચૌહાણ, શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ અને આઈએસસીના પ્રેસીડન્ટ ડૉ. નરસિંહભાઈ પટેલને સ્ટેજ પર આવવા વિનંતી કરી. તે પછી

 મુખ્ય મહેમાન શ્રી છોટાલાલ પટેલનું આઈએસસીના પ્રેસીડન્ટ ડૉ. નરસિંહભાઈ પટેલે ફૂલના ગુચ્છ્થી, અતિથી વિશેષ શ્રી મફતભાઈ પટેલનું શ્રી બિપિન શાહે ફૂલના ગુચ્છ્થી, શ્રી પ્રદિપભાઇ પટેલનું ફૂલના ગુચ્છ્થી શ્રી નવીન પટેલે, શ્રી રાજુ ચૌહાણનું  ફૂલના ગુચ્છ્થી શ્રી નલિન શાહે તથા શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિનું ફૂલના ગુચ્છ્થી શ્રીમતી હેમા શાસ્ત્રીએ સન્માન કર્યું હતું. તે પછી મુખ્ય મહેમાન શ્રી કલાકાર પવિત્રા અને સૈફ અલીને  સન્માનવામાં આવ્યાં હતાં અને ગ્રુપ ફોટો લઈ બધાને અભિનંદન આપવામાં આવ્યા હતા

આ પછી શ્રી સીવી દેસાઈએ આ વાર્ષિક કાર્યક્રમને સફળ બનાવવામાં જે કોઈ ભાઈ બહેનોએ અગત્યનો ફાળો આપ્યો છે તેમનો, સ્પોન્સરર ભાઈ બહેનોનો, મુખ્ય મહેમાન શ્રી છોટાલાલ પટેલનો , અતિથિ વિશેષ  શ્રી મફતભાઈ પટેલનો તથા મંદિરના સર્વે હોદ્દેદારોનો, મ્યુજીકલ પાર્ટીનો અને ઉરુ સ્વાતિનો આભાર માન્યો હતો.

આભાર વિધિ પછી ગીતોનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો અને સ્ટેજ આગળ ઘણા ભાઈ બહેનો ગીતોની સાથે અભિનય કરીને કાર્યક્રમની મજા માણતા હતા.કાર્યક્રમની ભવ્ય સફળતા માટે લોકોમાં સંતોષની લાગણી વ્યક્ત થતી જોવામાં આવી હતી. સમય પૂરો થવાની જાહેરાત સાથે કાર્યક્રમ સમાપ્ત થયેલો જાહેર કરવામાં આવ્યો હતો.સંતોષની લાગણી સાથે બધા છુટા પડ્યા હતા.તેવું માહિતી અને તસ્વીર સૌજન્ય શ્રી જયંતિભાઈ ઓઝા દ્વારા જાણવા મલે છે.

(1:01 pm IST)