Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં '' તુલસી વિવાહ '' ઉત્સવ ઉજવાયો : લગ્ન ગીતો અને ગરબાની રમઝટ સાથે ૪00 જેટલા ભાવિકો જોડાયા

 યુ.એસ.ના  કેલિફોર્નિયાના નોર્વોક માં આવેલ શ્રી રાધાકષ્ણ મંદિરમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ '' તુલસી વિવાહ '' નો પ્રસંગ ખૂબ ધામધૂમ પુર્વક ઉજવાઈ ગયો.

    મંદિરના શાસ્ત્રીજી ભરતભાઈ રાજગોર અને નલિનીબેન રાજગોર ની આગેવાની તથા ૪00 જેટલા ભાવિકો ની હાજરી માં આ '' તુલસી વિવાહ '' નો પ્રસંગ ઉજવાયો...

   આ માટે તુલસીજી ના વાલી-વડીલ તરીકનો વહેવાર શ્રી અમરતભાઈ અને ઉર્મીલાબેન પટેલે નિભાવ્યો... જ્ય્રારે લાલજીના વાલી-વડીલ શ્રી ભવાનજી પટેલ અને શકુંતલા પટેલે નિભાવ્યો હતો.... આ વિવાહ પ્રસંગ માં  સુરતી લેવા પાટીદાર ગ્રુપના સભ્યો નો ઉત્સાહ અને સહકાર ખુબજ આગળ પડતો હતો... હાજર બહેનોના લગ્ન ગીતો અને ગરબા થી મંદિરના ગર્ભ-ગ્રુહ ની રોનક કઈ ઓરજ હતી.... વિવાહ ની રંગે ચંગે ઉજવણી બાદ મહા આરતી અને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો જેમાં '' લાપસી,પુરી-શાક ખમણ અને દાળ-ભાત ખાસ હતા...જત આ મંદિરમાં આ રીતે પ્રસંગોપાત કાર્યક્રમો ઉજવાતાજ હોય છે... પરંતુ હવે જ્યારે ભારતમાં રામ મંદીર ના આયોજન નો માર્ગ મોકળો થયો છે ત્યારે મંદિરના શાસ્ત્રીજી શ્રી ભરતભાઈ ની જાહેરાત મુજબ જ્યારે પણ રામ મંદિર તૈયાર થઈ દર્શન માટે ખુલ્લું મુકાશે ત્યારે અત્રે પણ શ્રી રાધાક્રષ્ણ મંદિરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન રાખવામાં આવશે.તેવું માહિતી અને તસ્વિર શ્રી  કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)