Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

અમેરિકામાં પસેઇક કાઉન્ટી સીનીઅર સિટિઝનોએ દિવાળી ઉત્સવ ઉજવ્યો : સરગમ ગ્રુપના જુના નવા ફિલ્મી ગીતોની રમઝટ,સ્વાદિષ્ટ ભોજન,નવા મેમ્બર્સને આવકાર,સદગત મેમ્બર્સને શ્રદ્ધાંજલિ,સંસ્થાના વાર્ષિક હિસાબો સહીત કરાયેલી ઉજવણીમાં 450 પરિવારોની હાજરી

( દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : તાજેતરમાં  ૨૧ ઓક્ટોબર ૨૦૧૮, પસેઈક કાઉન્ટી સિનિયર સિટીઝનો  આવતી શુભ દીપાવલી ઉજવવા  રવીવારે  પસેઇક હાઇસ્કુલમાં ભેગા થયા હતાં.  આસરે ૪૫૦ સિનિયર્સ , કુટુંબીજનો અને મિત્રો સાથે , બપોરે વાગ્યાથી  આવવા  લાગ્યા હતા.  કમિટી મેમ્બર્સ તથા વોલન્ટીયર ભાઈઓ અને  બહેનો વાગે મેઈન રીસેપ્શન તથા ઓડીટોરીયમ અને કાફેટેરિયામાં સગવડ કરવામાં લાગી ગયા.

 નુતન વર્ષ અને દિવાળીની શરૂઆત સંગીત-મય અને સાથે સ્વાદ-મય પણ બનાવીએ તો સૌને આનંદથાય ભાવના સાથે પ્રોગ્રામ રચાયો હતો. સમયસર ૪.૩૦ વાગે જમણવારની શરૂઆત થઇ ગઈ હતી.સ્વાદિષ્ટ શુદ્ધ ઘી ની ઘારી, જે ખાસ સુરત, ઇન્ડિયાથી Fed-Ex દ્વારા બે દિવસ પહેલા મંગાવી હતી, મનગમતો મોહનથાળ, સુરતી ઉંધીયુ, પેટીસ, દાલ, ભાત, પુરી શાક, રાઇતું, પાપડ, પાપડી વિગેરેની મિજબાની સૌએ ભરપુર સંતોષ સાથે માણી.

કાફેટેરિયા માં જમણવાર દરમ્યાન શ્રીમતી સ્મિતા ગાંધી ના "Sidhi Events સ-ર-ગ-ગ્રુપ" ઓડીટોરીયમ ના સ્ટેજ પર સાઉન્ડ સીસ્ટમ ગોઠવવા લાગ્યા, કલાકારોએ ટ્રાયલો લીધી અને સંગીત સંધ્યાની પુરતી તૈયારી કરી. ત્યાં તો વાગી ગયા. લોકોપણ ગોઠવાઈ ગયા હતા અને પ્રેક્ષકોની અધીરાઈ જોતા કલાકારોએ સુરો છેડ્યા અને પ્રોગ્રામની શરૂઆત કરી દીધી. કમિટી મેમ્બરો તો હજુ કાફેટેરિયા માંથીઆવી રહ્યા હતા અને જોયું કે સંગીત-સંધ્યાના શ્રી ગણેશતો થઇ ચુક્યા છે. પ્રોગ્રામમાં ખલેલ કરતા બીજી સંસ્થાની જાહેરાતો, અહેવાલ, મહેમાનોને આવકાર વિગેરે ઈંટર્વલ પર મુલતવી કર્યાં. " Sidhi Events સ-ર-ગ-મ ગ્રુપ "ના મેલ ગાયકો, ફીમેલ ગાયિકાઓ અને લાઇવ ઓરકેસ્ટ્રાએ એક પછી એક જુના- નવા ગીતો પ્રસ્તુત કર્યા અને ખીચો ખીચ ભરેલ ઓડીટોરીયમનાં પ્રેક્ષકોને સંગીતમય કરીદીધાં. જોત જોતામાં ૨ થી ૨.૩૦ કલાક વીતી ગયા અને મધ્યાંતર પાડવો પડ્યો.

મધ્યાંતર દરમ્યાન સંસ્થાની પ્રવૃત્તિઓ વિષે રજુઆત થઇ. શ્રી કાન્તીભાઈ જાનીએ સદગત થયેલ મેમ્બરોને શ્રધાંજલિ અર્પિત કરી જેમાં ખાસ ભીષ્મ-પિતામહ સમા સંસ્થાના જુનામાં જુના કાર્યકર અને પ્રમુખ શ્રી રમેશભાઈ દેસાઈ, કમિટી મેમ્બર શ્રી શંકરલાલ રાણા તથા કમિટી મેમ્બર શ્રીમતી જસ્વંતીબેન રાણાના સુપુત્ર નો ખાસ ભાવભીનો ઉલ્લેખ કર્યો હતો.

મંત્રીશ્રી મુકેશ પંડ્યાએ સંસ્થાનો વાર્ષિક અહેવાલ વિગતવાર આપ્યો. વર્ષ દરમિયાન વિભિન્ન પ્રવૃતિઓનો ઉલ્લેખ કર્યો. સંસ્થાની વધતી મેમ્બર સંખ્યાનો પરિચય કરાવ્યો. શ્રી મુકેશ પંડ્યાએ આપણી કોમ્યુનીટીને    ગર્વ લેવા જેવી ખાસ વાતનો ઉલ્લેખ કર્યો કે શ્રી યાકુબભાઈ પટેલના સુપુત્ર શ્રી સલીમ પટેલ પહેલા એશિયન અમેરિકન છે જે Passaic City Council ના Memberથયા છે અને એમને અભિનંદન આપ્યા.

 પ્રમુખશ્રી અમૃતલાલ ગાંધીએ મુખ્ય સ્વાગત ઉદબોધન કરતાં સંસ્થાની  વિશેષ પ્રગૃતિની જાણ આપી અને સાથે વાર્ષિક હિસાબની રજુઆત વિગતવાર કરી. શ્રી યાકુબભાઈ પટેલે પણ સંસ્થાના મેમ્બરોનું સ્વાગત ઉદબોધન કરી સહકાર બદલ ખુબ-ખુબ આભાર માંગ્યો. વર્ષે આપણી સંસ્થાએ ડોનેશન માટે વિશેષ મહેનત કરી પ્રયાસ કર્યો હતો. શ્રી  યાકુબભાઈ સંસ્થાને મદદ કરનાર દાતાઓનો ખાસ ઉલ્લેખ કર્યો અને ભવિષ્યમાં પણ આમજ મદદ કરવાની અપીલ કરી.  

શ્રી યાકુબભાઇ એ Passaic County, અને N.J. Stateનાં ઉપસ્થિત રાજકારણીય મહેમાનો ને 6th નવેમ્બરે થનાર State Elections લગતાં બે શબ્દો કહેવા આમંત્રણ આપ્યું. ખાસ મહેમાનોમાં Gary Schaer, NJ State Legislature અને Hector Lora, Mayor City Of Passaic હતા. તેમના પુત્ર શ્રી સલીમ પટેલે પણ સંસ્થાના મેમ્બરોને ખાસ Election ની મહત્વતા સમજાવી.

 ત્યારબાદ આપણી સંસ્થા તરફથી ન્યુ જર્સી ની બીજી સીનિયર સંસ્થાઓ જેમકે Fisana,Bergen, Wayne, Bridgewater, Clifton વિગેરે માંથી આવનાર મેહમાનો શ્રી બાબુભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, નયનભાઈ ત્રિવેદી, બીપીનભાઈ શુક્લ, શ્રી ગટુભાઈ મિસ્ત્રી, શ્રીમતી શકુબેન પટેલ, શ્રી સુર્યકાન્ત શુક્લ ( Bergen County Senior'sAdvisor)તથા શ્રીમતી મૃદુલા શુક્લને સ્ટેજ પર બોલાવી આવકાર આપ્યો. મહેમાન-નવાઝી, હાર-તોરા, ભાષણ વિગેરે ખતમ થતાં, સુરમય સંગીત ફરીથી શરૂ થયું. લોકોની ફરમાઇશ   

એક પછી એક આવવા લાગી અને કલાકારો સુમધુર સંગીત રેલાવતાં ગયા. જોત જોતામાં ૧૧ વાગી  ગયા. સંગીત-સંધ્યાનો અંત આવ્યો. શુભ દીપાવલી નિમિત્તે છેવટે સૌને સાલ-મુબારકના અભિનંદન આપી બધાં ખુશી-ખુશી ઘર ભેગા થયા.તેવું શ્રી યોગેશ નાણાવટીના ફોટો સૌજન્ય તથા માહિતી દ્વારા શ્રી ગોવિંદ શાહની  યાદી જણાવે છે. 

(9:45 pm IST)