Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

અમેરિકામાં ગુજરાતી સીનીઅર સોસાયટી પ્લેનો ટેક્સાસના ઉપક્રમે 14 નવે.ના રોજ દિવાળી ડીનર યોજાયું

ટેક્સાસ :ગુજરાતી સીનીયર સોસાયટી પ્લેનો દ્વારા તારીખ ૧૪મી નવેમ્બરના રોજ સાંજે ૫ઃ૩૦ વાગે દિવાળી ડીનરનું આયોજન મીનરવા હૉલ પ્લેનો ખાતે કરવામાં આવેલ...લગભગ ૧૫૦થી વધુ સભ્ય ભાઈ-બહેનો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા... પ્રથમ પ્રમુખશ્રી જયક્રિશ્નભાઈ પટેલે સૌને આવકાર્યા હતા તેમજ  સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી... ત્યાર બાદ સેક્રેટરી સુભાષ શાહ દ્વારા વર્ષ ૨૦૧૮ માં થયેલ પ્રવૃતિની વિગત આપવામાં આવેલ તથા સૌને નૂતન વર્ષાભિનદન પાઠવેલ... નવેમ્બર માસમાં જે સભ્ય ભાઈ-બહેનોની વર્ષગાંઠ હતી તેમને birthday card આપવામાં આવેલ તથા Happy Birthday નું ગીત ગાવામાં આવેલ.....તેમજ કમીટી મેમ્બર્સ નો પરીચય આપવામાં આવ્યો હતો, આખા વર્ષ દરમ્યાન કિચન કમીટી,વૉલીયન્ટીયર ભાઈ બહેનો.... ડીનર સ્પોન્સરર ને યોગ્ય ગીફ્ટ  આપીને તેમનું સન્માન કરવામાં આવેલ. વર્ષના વક્તા પ્રતાપભાઈ પંડયા   (પુસ્તક પરબ),મહેશભાઈ ઠક્કર (funaasia ) રાજેશ સંચાલા,(ન્યુયોર્ક લાઈફ ઇન્સોરન્સ) તથા રીપા ટ્રાવેલ્સ ,રોમાબેન પાટડીયાવગેરેનું  સર્ટીફીકેટ આપીને તેમનું સન્માન કરવામાં આવેલ....                      રમાબેન પીટડીયા દ્વારા સૌ બર્થડે ભાઈ-બહેનોને ગીફ્ટ માં પેન અને કીચન આપેલ....શ્રી ઝવેરભાઈ દ્વારા કાઠીયાવાડી ભાષામાં જોક્સ રજુ કરેલ જે સાંભરીને સૌ હાસ્યવિભોળ થયા હતા. તેમજ વિનોદભાઈ અને તેમના  ગ્રૂપ દ્વારા જુનાનવાં સદાબહાર ફિલ્મિ ગીતો રજુ કરીને સૌને ખૂબ મઝા કરાવેલ.... તેમજ પારુલબેન શાહ દ્વાર સુંદર રંગોળી નું આયોજન કરવામાં આવેલ... શરુઆતમાં ચા-નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ.... અંતમાં ગુજરાતી ભોજન માણીને છુટા પડેલ તેવું શ્રી સુભાષ શાહ દલાસની યાદી જણાવે છે.

(9:29 pm IST)