Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં રાસ ગરબાની રમઝટ : ઇન્ડિયન ક્લચર સોસાયટી ( I.C.S.) આયોજિત નવરાત્રી 2021માં ફોરમ શાહ ગ્રુપે ખેલૈયાઓને મન મૂકીને ઘુમાવ્યા

    
દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : તાજેતરમાં ન્યૂજર્સીના સૌથી જુના ,પ્રખ્યાત I.C.S. આયોજિત નવરાત્રી 2021ની  ખુબ જ બેનમૂન રીતે ઉજવણી કરવામાં આવી હતી.ઇન્ડિયન ક્લચર સોસાયટી ( I.C.S. ) ન્યુજર્સીના યુવાન પ્રમુખ શ્રી રાજેશ પટેલ તથા તેમની એક્ઝિક્યુટિવ ટિમ દ્વારા ભારતીય કોમ્યુનિટી માટે અવાર નવાર સાંસ્કૃતિક અને લોકોમાં ભારત પ્રત્યેનો લગાવ કાયમ ટીકી રહે તેવા ઉમદા ઉદેશ સાથે અવનવા કાર્યક્રમોનું આયોજન હાથ ધરાય છે.

 I.C.S.આયોજિત નવરાત્રીમાં રાત્રીના 9-30 કલાક સુધી મફત પ્રવેશ આપવામાં આવે છે.જેથી કરીને ન્યુજર્સી ,ન્યુયોર્ક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભારતીયો ઉમટી પડે છે.I.C.S. સંસ્થાના ચેરમેન શ્રી પિયુષભાઇ ( P I ) ,સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી અતુલ શાહ ,સંસ્થાના પૂર્વ ચેરમેન શ્રી કેની દેસાઈ ,ટ્રસ્ટીઓ ,ડોનર ,તથા પૂર્વ પ્રમુખ શ્રી અનિલ પટેલ ,તથા કમિટીના ટિમ સભ્યોના અથાગ પ્રયત્નોથી શનિવાર રાત્રીના રોજ એલિઝાબેથ હાઈસ્કૂલનું જિમ્નેશિયમ ગરબા ખેલૈયાઓથી ખીચોખીચ ભરાઈ ગયેલ .જ્યાં ફોરમ શાહ ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ બોલાવાઇ હતી.

નવરાત્રી પર્વ માટે પ્રમુખ શ્રી રાજેશ પટેલ અને કમિટીનું આપવાની ,પ્લાનિંગ એવું રહેલ કે ભારતીય સમાજને આકર્ષવા માટે ,સંસ્કૃતિનું જતન કરવા માટે કંઈક નોખું કરવું.જેમાં ગરબાની અલગ અલગ રીતભાત ,સ્ટાઇલ ,પહેરવેશ ,પહેરીને આવેલ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે સંશ્થાના ડોનર તથા ટ્રસ્ટીઓ દ્વારા ગિફ્ટ -પુરસ્કાર આપવામાં આવેલ .હોલના મોટા ખર્ચને પહોંચી વળવા માટે અને I.C.S.સંસ્થાની આગવી પ્રતિભાને લઈને અત્રેના ડોક્ટરો ,ફાર્માસીસ્ટો ,બિઝનેસમેનો સામે ચાલીને સંસ્થાના પ્રમુખ રાજેશ પટેલને પોતાનો ઉમદા ફાળો દાન આપવાની તૈયારી બતાવે છે.સંસ્થાના સ્વયંસેવકો ,કમિટી મેમ્બરો ,પણ આર્થિક યથાશક્તિ 251 ડોલર ફાળો આપે છે.I.C.S.સંસ્થાની પોતાની આગવી છાપ ,પ્રતિભા ન્યૂજર્સીમાં આકર્ષણનું કેન્દ્ર બનીને યશસ્વી કાર્ય કરી રહેલ છે.

 

(9:37 pm IST)