Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમેરિકામાં અભ્‍યાસ કરતા ભારતીય મૂળના ૨ ટિન એજ બાળકોની દિલાવરીઃ શિકાગોમાં વસતા જરૂરિયાતમંદ બાળકોને ૧૫૦ જેટલા રમકડા તથા નવા કપડા આપ્‍યા

શિકાગોઃ અમેરિકામાં અભ્‍યાસ કરતા ભારતીય મૂળના ૨ ટિન એજ છાત્રો પાયરસ કાલરા તથા રિત્‍વી ખુરાનાએ તાજેતરમાં જરૂરીયાતમંદ બાળકોને ૧૫૦ જેટલા રમકડા તથા કપડાઓ આપી પોતાની લાગણી વ્‍યક્‍ત કરી છે.

છેલ્લા એક દાયકાથી જરૂરિયાતમંદોને મદદરૂપ થતી મહિલા સુશ્રી મિશેલ સંચાલિત ‘‘ટોય બોકસ કનેકશન'' ને આ રમકડા આપી ખુશી અનુભવતા આ બંને બાળકો બાળપણ નહીં માણી શકતા બાળકોને જુદી જુદી ગીફટ આપવા ઉપરાંત તેઓને શિક્ષણ આપવામાં પણ અનેરો આનંદ અનુભવે છે. તેમના મતે અન્‍યોને કંઇક આપવાનો આનંદ અનેરો છે. એટલું જ નહિં ચેરીટી બિગીન્‍સ ફ્રોમ હોમ મુજબ પોતે જયાં વસે છે તે શિકાગોના જરૂરીયાતમંદ બાળકોને પહેલા મદદરૂપ થવા માંગે છે. જો કે તેમના માતા પિતા પણ અન્‍યોને મદદરૂપ થવાની ભાવનાવાળા છે. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલા દ્વારા જાણવા મળે છે.

(9:37 pm IST)