Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

અમેરિકામાં સીનીયર સીટીઝન ડલાસ ગુરુકુળના 80 જેટલા મેમ્બરોએ પીકનીકની મજા માણી : હેલ્થ ઈન્સ્યુરન્સ વિષે માહિતી ,અંતાક્ષરી ,ગુજરાતી લગ્ન ગીતો ,બોલીવુડના ગીતો તથા સ્વાદિષ્ટ નાસ્તાથી સિનિયરો ખુશખુશાલ

ટેક્સાસ : સીનીયર સીટીઝન ડલાસ ગુરુકુળના 80 જેટલા સીનીયર મેમ્બરો એ, લાંબા સમયના હાઉસ એરેસ્ટ પછી ખુશનુમા વાતાવરણમાં અને CDC ગાઇડ લાઇન ના પાલન સાથે - બ્રેકેનરીઝ પાર્ક, રિચાર્ડસન-ટેક્સાસમાં, ૫ મી સપ્ટેમ્બરના સવારના 8:30 થી બપોરના બે સુધી પીકનીકની મજા માણેલ. સવારના 8 30 થી શરૂ થયેલી આ પીકનીક મા 15 જેટલા મહેમાનોની હાજરીમાં મેથીના ગોટા, કઢી, મરચા  બનાના વેફર અને પેંડા અને ચા ની સાથો સાથ કમીટી ના  મેમ્બર અને  હરિભક્ત શ્રી વિનુભાઈ પટેલે સીનીયર મેમ્બર અને મહેમાનો ને આવકારેલ અને મહેમાનો નો પરીચય આપેલ .

તમામ અવતારોના સ્ત્રોત ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીના રૂપમાં તમામ શાસ્ત્રોનો સાર,  માનવજાતને ભેટ આપ્યો છે.  સમગ્ર માનવ જાતિના પરોપકાર માટે,  તેમણે પૃથ્વી પર સાચું શિક્ષણ ફેલાવવાનો ઉપદેશ આપ્યો છે, જેને તેમણે એક મહાન સત્કાર્ય તરીકે ગણ્યું છે.  સમાજની સુધારણા માટે અને ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય આદેશોને પોષવા અને ફેલાવવાના ઉમદા હેતુ માટે આ સિદ્ધાંતોને અનુસરીને લક્ષ્યો અને ઉદ્દેશો સાથે  ડલાસ - પ્લાનો મા સ્વામીનારાયણ ગુરુકુળ આ સેવા આપી રહેલ છે. સ્વામિનારાયણ ગુરુકુળ ના આદર્શો અને માર્ગદર્શન સાથે એક સીનીયર સીટીઝન નું મંડળ, જે  સીનીયર સિટીઝન ડલાસ ગુરુકુળ તરીકે કાર્યરત છે.

સામાજીક સંસ્થા ઓ સાથે જોડાયેલ મહેમાનોમાં, સીનીયર સીટીઝન ઓફ પ્લાનો ના પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રી સુભાષભાઇ શાહ અને સુભાષભાઈ તલાટી તથા ભારતીય સીનીયર સીટીઝન ઓફ ડલાસ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પાનસુરીયા તથા ભારતીય સિનિયર સીટીઝન ઓફ શિકાગોના ટ્રસ્ટીશ્રી પરષોત્તમભાઈ પંડ્યા તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ ડલાસ સાથે સંકળાયેલા શ્રી શૈલેષભાઈ શાહ, અને વેલ વીશર શ્રી ભરતભાઈ સુતરીયા, નલીનભાઇ કાથરોટીયા, શ્રી ઘનશ્યામભાઇ કાકડીયા, શ્રી અમીતભાઇ રાજપરા એ સિનિયર સિટીઝન ગુરુકુળ ને શુભેચ્છા પાઠવેલ  અને માર્ગદર્શન કરેલ.

શ્રી રોમાપબેન પીઠડીયા આ સંસ્થાના સભાસદ છે અને finance અને insurance  સાથે સંકળાયેલા, ટેક્સાસ મા નામાંકિત કંપની ચલાવે છે. તેમણે સીનીયર ના હેલ્થ ઇન્સ્યોરન્સ  વિશે વિસ્તૃત સમજણ આપેલ. અને ત્યાર બાદ શ્રી રોમાબેન પીઠડીયા અને શ્રી સુધાબેન ભટ્ટે સાથે મળીને જ્ઞાન અને ગમ્મત સાથે સીનીયર ને Bingo રમાડેલ અને વિજેતાને ઇનામ આપેલ. સીનીયર મેમ્બર શ્રી કીરીટભાઈ પટેલ અને કનુભાઈ પટેલ ના સુમધુર સ્વરમા સંગીતની મહેફીલ અને અંતાકશરી મા બન્ને ટીમો એ ગુજરાતી લગ્ન ગીતો અને બોલીવુડના ગીતો ની રમજટ સાથે સુર અને તાલમા , મસ્તી સાથે મોજ માણી હતી.

બપોરના સાત્વિક અને સ્વાદીષ્ઠ ભોજન બાદ, શ્રી વિનુભાઈ પટેલ એ સૌ હાજર રહેલા મેમ્બર અને મહેમાનો આભાર માનેલ સાથો સાથ સંસ્થા ના વેલ વીશર અને સંસ્થા ને આર્થિક મદદ કરવા માટે શ્રી ભરતભાઈ સુતરીયા, શ્રી રોમાબેન પીઠડીયા, શ્રી ઘનશ્યામભાઈ કાકડીયા  શ્રી અમિતભાઈ રાજપરા, શ્રી નલીનભાઈ કાથરોટીયા,  શ્રી સુરેશભાઈ ભાવસાર,  શ્રી સુધાબેન ભટ્ટ, શ્રી સતિષભાઈ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ ગોંડલીયા, શ્રી અવનીશભાઈ પરીખ નો ખૂબ ખૂબ આભાર માનેલ. આ પીકનીક ને સફળ બનાવવા માટે શ્રી અશોકભાઈ રૂપાણી, શ્રી વિનુભાઈ પટેલ, શ્રી રાવજીભાઈ પટેલ, શ્રી સુધાબેન ભટ્ટ, શ્રી મનસુખભાઇ પાનસુરીયા અને શ્રી વિઠ્ઠલભાઈ બલર તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ ના રસોડામાં મદદ કરતા સર્વો સેવકો ને શ્રેય જાયછે.તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(8:55 pm IST)