Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

' ચલી ચલી રે પતંગ મેરી ચલી રે ' : ગુજરાત ગૌરવ ફેન ક્લબ યુ.એસ.એ.ના ઉપક્રમે ન્યૂજર્સીમાં 12 સપ્ટે.ના રોજ ' પતંગ મહોત્સવ ' ઉજવાયો : પતંગ ,ફીરકી ,બ્રેકફાસ્ટ ,તથા લંચની વ્યવસ્થા સાથે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી ભારતીયોએ પતંગ ઉડાડવાની મોજ માણી

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ' ચલી ચલી રે પતંગ મેરી ચલી રે ' . ગુજરાત ગૌરવ ફેન ક્લબ યુ.એસ.એ.ના ઉપક્રમે 12 સપ્ટે.ના રોજ યુનિયન બીચ ન્યુજર્સી મુકામે  ' પતંગ  મહોત્સવ ' ઉજવાઈ ગયો.

30 ડોલરની ફી સાથે , જેમાં દર્શકો તથા બાળકો માટે 20 ડોલરની ફી રાખવામાં આવી હતી.તથા 5 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત 25 પતંગ તથા એક ફીરકી ઉપરાંત ,બ્રેકફાસ્ટ ,તથા લંચની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી ભારતીયોએ પતંગ ઉડાડવાની મોજ માણી હતી.અને દર્શકોએ જોવાનો આનંદ માણ્યો હતો.

શુભેચ્છકો તરીકે શ્રી સંજીવ પંડ્યા ,સુશ્રી ડિમ્પલ સરૈયા ,શ્રી પ્રફુલ પટેલ ,શ્રી અજય પટેલ ,શ્રી નરેશ પટેલ ,શ્રી દર્પણ શાહ ,શ્રી જતીન પટેલ ,શ્રી પ્રિતેશ પટેલ ,ડો.જયેશ પટેલ ,શ્રી નવરંગ બ્રહ્મભટ્ટ ,શ્રી અનિલ પટેલ ,ડો.તુષાર પટેલ ,શ્રી કમલેશ પટેલ ,શ્રી રાજેશ પટેલ ,શ્રી જયંતભાઈ પટેલ ,શ્રી મનીષ પરીખ ,શ્રી સુભાષ દોશી ,શ્રી ભરત મેહતા ,શ્રી રાકેશ શાહ ,શ્રી મહેશ પટેલ ,શ્રી અલ દેવજી ,શ્રી મુકેશકુમાર કે. શ્રી શૈલેષ ,સુધીર સમીર દેસાઈ ,શ્રી પ્રશાંત દેસાઈ ,શ્રી હિતેશ પટેલ ,શ્રી દિપક ,સચિન ,દિપતેશ ,વિજય ,વીરેન ,ભાવેશ ,ભૂપેન ,ધીરજ પારેખ , શ્રી દિલીપભાઈ તથા સુશ્રી ગીતાબેન ફેમિલીનો સમાવેશ થતો હતો તેવું ટીવી એશિયાના સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

 

(7:53 pm IST)