Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં શ્રાવણ માસ દરમિયાન "સુયોગમ" ખાતે ધ્યાન શિબિર - ૨૦૨૧ નું આયોજન કરાયું : યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનાં શુભ આશીર્વાદ અને પ.પૂ.શ્રી રામદાસજી મહારાજનાં માર્ગદર્શન હેઠળ કરાયેલું 30 દિવસીય આયોજન સફળતા પૂર્વક સંપન્ન : શિવ નમસ્કાર, વિવિધ યોગિક પ્રક્રિયાઓ, સાથે શ્રીમતી ચાંદનીબેન દવેએ શ્રી સંતરામ સૌરભ ગ્રંથ-પુષ્પ-૧ નુ મહત્વ સમજાવ્યું : પ.પૂ.શ્રી રામદાસજી મહારાજે દૈનિક ધ્યાન અને સમાધિનો અનુભવ કરાવ્યો

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં શ્રાવણ માસ દરમિયાન "સુયોગમ" ખાતે ધ્યાન શિબિર - ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનાં શુભ આશીર્વાદ અને પ.પૂ.શ્રી રામદાસજી મહારાજનાં માર્ગદર્શન હેઠળ કરાયેલું 30 દિવસીય આયોજન સફળતા પૂર્વક સંપન્ન થયું હતું .

 તે બન્ને બેચોનો એહવાલ આ મુજબ છે :*
*_૧) પ.પૂ.શ્રી રામદાસજી મહારાજ દ્વારા રચિત "શ્રી સંતરામ સૌરભ ગ્રંથ-પુષ્પ-૧"ને કેન્દ્રમાં રાખીને સવારની ધ્યાન શિબિરમાં સુયોગમનાં શિક્ષક શ્રીમતી ચાંદનીબેન દવે એ પોતાની આગવી સૂઝ પ્રમાણે ગુરુ મહારાજ નાં શબ્દ-દેહને અનુભવ કરાવામાં ૩૦ દિવસ અનેક નૂતન પ્રયોગો દ્વારા સૌ સાધકોને શિવ નમસ્કાર, વિવિધ યોગિક પ્રક્રિયાઓ અને આ ગ્રંથનું મહત્વ સમજાવી એક સાચું વાંચન, તેના થકી જીવનમાં તેનું અમલ અને ગુરુ શરણની જીવનમાં પ્રાપ્તિનું મહત્વ સમજાવી સૌ સાધકોને એક અનેરો અનુભવ ગુરુ કૃપાથી આપ્યો._*

*■ આ શિબિર ૩ વિભાગ થી પ્રસારિત થયેલ હતી :*
_● ૩૦ દિવસ યોગ સદનમાં  સવારે ૦૬:૧૫ થી ૦૮:૦૦_
_● SuYogaM YouTube Channel પર LIVE_
_● SuYogaM Facebook Page_

*_૨)  પ.પૂ.શ્રી રામદાસજી મહારાજ  દ્વારા માત્ર એડવાન્સ કોર્સમાં પોહચેલા સુયોગમ સાધક - શિબિરાર્થીને ૩૦ દિવસ દૈનિક સાંજે ૦૪:૩૦ થી ૦૫:૪૫ "મહર્ષિ પતંજલિ રચિત યોગ દર્શન-સમાધિપાદ નાં ૫૧ સૂત્રો "નું ખૂબ જ સહજતાથી અનુપઠન, સૂત્રોનાં અર્થ અને ભાવનું સુંદર દ્રષ્ટાંતો સાથે નિરૂપણ અને જે તે ચાલતાં સૂત્રોને કેન્દ્રમાં રાખી દૈનિક ધ્યાનનો અને ક્યારેક તો સમાધિનો પણ ગુરુ કૃપાથી અનુભવ આનંદ કરાયો.જેમાં પૂર્ણિમા અને ગુરુવારની અતિ વ્યસ્તતામાં પણ નિયમિત સાધકોને સમય આપી ઉપરોક્ત ઋષિ પ્રસાદ એવા સુત્રોને "પદસંગ્રહની સહજ સાખીઓ અને યોગરત્નનાં શ્લોકો" દ્વારા સહજતાથી સુત્રોને આત્મસાત સૌ સાધકોને કરાયા._*

*◆ બન્નેવ શિબિરની પુર્ણાહુતી પ્રસંગે સુયોગમ સેવકો થકી "યોગિક અલ્પાહાર"નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેનો ઉદેશ્ય માત્ર એક સાત્વિક ખોરાક દ્વારા પણ શરીર-મન સ્વસ્થ રાખી શકાય અને જીવનનો ભાગ બનાવી શકાય છે.*

*■ શ્રી સંતરામ સૌરભ અંતર્ગત ધ્યાન શિબિરના સમગ્ર Videos YouTube Channel પર પ્રાપ્ત થશે.*

*શ્રીમતી ચાંદનીબેન પંકેશકુમાર દવે*
 _◆ યોગ શિક્ષક,સુયોગમ,શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ._
_◆ Naturopath, All India Nature Care_
_◆આંતરરાષ્ટ્રીય શિક્ષક,World Yoga Organisation તથા_
_◆યોગ કોચ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર)_
 પ.પૂ.મહારાજશ્રી દ્વારા પ્રાપ્ત થયેલ પાતંજલ યોગ દર્શન શિબિર સુયોગમનો અભ્યાસક્રમ હોવાથી સાધકોને Advance સાધનામાં જ કરાવામાં આવશે , જેની નોંધ લેવી.* તેવું શ્રી તુષાર વી.પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:27 pm IST)