Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

હવે સાઉદી અરેબિયા ટુરિસ્ટ વિઝા પણ આપશે : તેલની આવક ઉપરાંત ટુરિઝમ ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવાનો હેતુ

સાઉદી અરેબિયા :  અત્યાર સુધી માત્ર વિદેશી મજૂરો તથા મુસ્લિમ યાત્રિકોને જ મક્કા મદીનાની જાત્રા કરવા માટે વિઝા આપતા સાઉદી અરેબિયાએ હવે ટુરિસ્ટ વિઝા પણ આપવાનું નક્કી કર્યું છે.જેનો હેતુ માત્ર તેલની આવક ઉપર નિર્ભર રહેવાને બદલે ટુરિઝમ ઉદ્યોગને પ્રોત્સાહિત કરી આવક વધારવાનો છે.આ માટે હવે અત્યાર સુધીના કડક વિઝા નિયંત્રણોમાં બાંધછોડ કરવાનું નક્કી કરાયું છે.જે માટે  શુક્રવારે વિશ્વ પર્યટન દિવસે આ અંગેની જાહેરાત કરશે.

આ અંગે સાઉદીના પર્યટન મંત્રી અહમદ અલ-ખતીબે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, અમારી પાસે જે કંઈ પણ પર્યટકોને બતાવવ માટે છે, તેને જોઈને તેઓ ચોંકી જશે. અમારી પાસે યુનેસ્કોની પાંચ વર્લ્ડ હેરિટેઝ સાઈટ્સ, અદભૂત સ્થાનિક સંસ્કૃતિ, અને કુદરતી સંસાધનો છે. ઉપરાંત વિદેશી મહિલાઓ માટેના ડ્રેસકોડમાં પણ છૂટછાટ મુકાશે તેમ જણાવ્યું હતું

હાલની તકે  49 દેશોના નાગરિકો માટે ઓનલાઈન ટૂરિસ્ટ વિઝાની અરજી સ્વીકારવાનું શરૂ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:44 pm IST)