Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

યુ.એસ.માં ''હિન્દુ ચેરીટીઝ ફોર અમેરિકા'' લોસ એન્જલસ ચેપ્ટરનું લોંચીંગ કરાયું: શિક્ષણ તથા સમાજસેવા દ્વારા આવકની અસમાનતા દૂર કરવાનો હેતુ

લોસ એન્જલસઃ શિક્ષણ તથા સમાજ સેવાના હેતુ સાથે આવકની અસમાનતા દૂર કરવા કાર્યરત નોનપ્રોફિટ ''હિન્દુ ચેરીટીઝ ફોર અમેરિકા (HC4A)''લોસ એન્જલસ ચેપ્ટરનું તાજેતરમાં ૧૯ સપ્ટેં. ૨૦૧૯ના રોજ લોંચીંગ કરાયું છે.

લોસ એન્જલસ કોમ્યુનીટી કોલેજ ડીસ્ટ્રીકટ ઓફિસ ખાતે કરાયેલા લોન્ચીંગ પ્રસંગે ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર શ્રી હરીશ કોટેચા, તથા કોમ્યુનીટી મેમ્બર્સ શ્રી દિપક આલાગ, શ્રી ગોવિંદ, સુશ્રી સરોજ કોટેચા, તથા શ્રી પ્રિયંકા કુમાર સહિતનાઓએ હાજરી આપી હતી.

આ તકે HC4Aના હેતુઓ વિષે સમજુતિ આપવામાં આવી હતી. તથા જરૂરીયાતમંદ સ્ટુડન્ટસને વોકેશ્નલ સ્કોલરશીપ આપવાની ઘોષણાં કરાઇ હતી.

(8:10 pm IST)