Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમેરિકાના એટલાન્ટામાં આવેલા હિન્દૂ મંદિરમાં ચોરી કરવાના આરોપસર 3 રોમેનિયન નાગરિકોની ધરપકડ : જુદા જુદા 6 સ્ટેટના હિન્દૂ તથા બૌદ્ધ મંદિરોમાં હજારો ડોલરની ચોરી કરવા બદલ પોલીસ તપાસ ચાલુ

જ્યોર્જિયા : યુ.એસ.ના એટલાન્ટામાં આવેલા હિન્દૂ મંદિરમાંથી 11 સપ્ટેમ્બર 2019 ના રોજ  મૂર્તિ ઉપરના દાગીના તથા આભૂષણો ચોરી જવાના આરોપસર રોમાનિઆના વતની તેવા 3 આરોપીઓની ધરપકડ થઇ છે.તેઓ હિન્દૂ તથા બૌદ્ધ મંદિરોમાંથી ચોરી કરવા ટેવાયેલા હતા.જે માટે પરિવારના નાના બાળકોનો પણ ઉપયોગ કરતા હતા.

5 હજાર ડોલરની કિંમતના  દાગીના તથા 5 હજાર ડોલરની કિંમત જેટલી ચોરાઉ ચીજ વસ્તુઓ સાથે પકડાયેલા આ આરોપીઓએ જુદા જુદા 6 સ્ટેટમાં આવેલા મંદિરોમાંથી હજારો ડોલરની ચોરી કર્યાનું જાણવા મળે છે. આરોપીઓની ઉલટતપાસ ચાલુ છે.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા  મળે છે.

(12:02 pm IST)