Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

‘‘સેવાથોન ૨૦૧૮'': યુ.એસ.ના સાન જોસ, કેલિફોર્નિયામાં ICCના ઉપક્રમે દસમો વાર્ષિક સેવાથોન પ્રોગ્રામ યોજાયોઃ હાફ મેરેથોન ૧૦ કિ.મી. પ કિ.મી.રન તથા વોક તેમજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું: ૨ લાખ ૫૦ હજાર ડોલર ભેગા થઇ ગયા

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં મિલ્‍પીટાસ, કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટરના ઉપક્રમે ૧૯ ઓગ.૨૦૧૮ના રોજ ‘‘સેવાથોન ૨૦૧૮''નું આયોજન કરાયું હતું. ગ્રીન ઇસ્‍ટ સાન જોસ મુકામે યોજાઇ ગયેલા આ સેવાથોનમાં રન,વોક,યોગા, તથા ફન્‍ડરેઇઝીંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૩૫૦૦ જેટલા ગેસ્‍ટ જોડાયા હતા.

જે અંતર્ગત ૩ લાખ ૫૦ હજાર ડોલર સ્‍પોન્‍સરશીપ માટે નોંધાવાયા હતા. તથા બે લાખ પચાસ હજાર ડોલર ઇન્‍ડિયન અમેરિકન ગૃપ મારફત ભેગા થઇ ગયા હતા.

આ દસમી વાર્ષિક ઇવેન્‍ટમાં ૧૦ કિ.મી. ૫ કિ.મી., હાફ મેરેથોન, યોગાથોન, ફેમિલી ફન ફેસ્‍ટીવલ સહિત આયોજનો કરાયા હતા. જે અંતર્ગત એકત્રિક થયેલી રકમ ગરીબોને, ઘરવિહોણા લોકોને, શિક્ષણ માટે, હેલ્‍થકેર, વીમેન એમ્‍પાવરમેન્‍ટ, એન્‍વાયરમેન્‍ટ, સહિતના વિવિધ ક્ષેત્રે વપરાશે.

(9:16 pm IST)