Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

યુ.એસ.ના ટેકસાસમાં ઇન્‍ડિયા કલ્‍ચર સેન્‍ટર ઉપક્રમે ભારતનો ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયો

હયુસ્‍ટનઃ યુ.એસ. માં સ્‍ટેફોર્ડ સિવીક સેન્‍ટર, કેશ રોડ,મુકામે  ઇન્‍ડિયા કલ્‍ચર સેન્‍ટર (ICC)  ના ઉપક્રમે ૧૯ ઓગ. ર૦૧૮ ના રોજ ભારતનો  ભારતનો ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાય ગયો. જેમાં ર૩૦૦ જેટલા લોકો ઉમટી પડયા હતા. જેમાં મોટી સંખ્‍યામાં યુવા સમૂહ જોવા મળ્‍યો હતો.

વિવિધ રંગબેરંગી પોષાકોમાં સજજ યુવાનોએ  સાંસ્‍કૃતિક કાર્યક્રમો દર્શાવ્‍યા હતા. તથા તમામ ઉપસ્‍થિત લોકોએ ભારતના રાષ્‍ટ્રગીત ‘‘ જન ગણ મન'' ના ગાન સાથે રાષ્‍ટ્રિય ધ્‍વજને સલામી આપી હતી. ઉજવણી અંતર્ગત યોજાયેલા વિવિધ મનોરંજન કાર્યક્રમોથી  ઉપસ્‍થિતો મંત્રમુગ્‍ધ થઇ ગયા હતા.  આ તકે કેરાલા રાહત ફંડ પણ ઉઘરાવ્‍યું હતુ તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

(9:15 pm IST)