Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

કેરળના પૂરપીડિતોની વહારે અમેરિકાનું ગુરૂવયુરપ્‍પન ટેમ્‍પલ : ૧ લાખ ડોલરની સહાય મોકલશેઃ ૧૭ ઓગ. સુધીમાં ર૦ હજાર ડોલર ભેગા થઇ ગયા

હયુસ્‍ટનઃ ભારતના કેરળમાં પાણીના પૂરએ મચાવેલા હાહાકારથી થયેલી જાનહાનિ, અને માલહાનિ સંદર્ભે અમેરિકાના હયુસ્‍ટનમા઼ આવેલા ગુરૂવયુરપ્‍પન ટેમ્‍પલના ઉપક્રમે આ પૂરપીડિતો માટે ૧ લાખ ડોલરની સહાય મોકલવાનું  નકકી કરાયું છે. જે અંતર્ગત ૧૭ ઓગ. ર૦૧૮ સુધીમાં ર૦ હજાર ડોલર ભેગા થઇ ગયા છે. આ કેરાલા રાહત ફંડ માટે  અપાતું ડોનેશન ટેકસ ફ્રી છે. તથા કેરળમાં વસતા પરિવારો માટે જરૂરી હોવાથી સહાય આપવા ઇચ્‍છૂક લોકોને મંદિરના www.guruvayurappanhouston-org  દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:13 pm IST)