Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

" સેવા ઇન્ટરનેશનલ " : 2019 ની સાલમાં 8.3 મિલિયન ડોલરનું ફંડ ભેગું થઇ ગયું : નવનિયુક્ત પ્રેસિડન્ટ તરીકે શ્રી અરુણ કંકાણીની પસંદગી

હ્યુસ્ટન : " સેવા ઇન્ટરનેશનલ "ના નવનિયુક્ત પ્રેસિડન્ટ તરીકે શ્રી અરુણ કંકાણીની પસંદગી  થઇ છે.તેમજ  2019 ની સાલમાં 8.3 મિલિયન ડોલરનું ફંડ ભેગું થઇ ગયું છે.તેવું મિટિંગમાં જણાવાયું હતું
          આ તકે છેલ્લા 11 વર્ષથી સેવાઓ આપતા અને હવે નિવૃત થઇ રહેલા પ્રેસિડન્ટ શ્રી શ્રીનાથે જણાવ્યું હતું કે નવનિયુક્ત પ્રેસિડન્ટ સારી રીતે કારોબાર ચલાવવા સક્ષમ છે.તથા સંગઠન અને કાર્ય ક્ષેત્રે માહેર છે.જેઓ મારા અનુગામી તરીકે તુરંત ચાર્જ  સંભાળી રહ્યા છે.
         ઉલ્લેખનીય છે કે સેવા ઇન્ટરનેશનલ દ્વારા કુદરતી આફતો વખતે અસરગ્રસ્ત પરિવારોને સેવા આપવા ,નિરાશ્રિતોના કલ્યાણ માટે કામગીરી કરવા ,મહિલા સશક્તિકરણ ,આરોગ્ય ,શિક્ષણ ,સહીત વિવિધ ક્ષેત્રે કાર્યરત ઓર્ગેનાઇઝેશન છે.

(6:46 pm IST)