Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

વિશ્વના પ્રવાસીઓ માટે સ્વિત્ઝરલેન્ડે દ્વાર ખુલ્લા મુક્યા : ભારતને બાકાત રાખ્યું

સ્વીત્ઝર્લેન્ડ : વિશ્વના પ્રવાસીઓ માટે સ્વિત્ઝરલેન્ડે દ્વાર ખુલ્લા મૂકી દીધા છે.પરંતુ તેમાં ભારતને બાકાત રાખ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ 20 જુલાઈથી યુરોપના  દેશો ઉપરાંત  કુલ 21 દેશોના પ્રવાસીઓ માટે મંજૂરી આપવામાં આવી છે.
ભારતને બાકાત રાખવાના કારણમાં જણાવાયા મુજબ આ દેશ કોરોના સંક્રમણની સંખ્યામાં વિશ્વના ત્રીજા ક્રમે છે.
જોકે અમુક દેશોના  પ્રવાસીઓ માટે 10 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત કરાયું છે.ભારત માટે ક્યારે મંજૂરી આપવામાં આવશે તે હજુ સુધી નક્કી નથી તેવું સ્વીત્ઝર્લેન્ડ ઇન્ડિયા ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેક્ટર સુશ્રી રીતુ શર્માએ જણાવ્યું છે.

(12:00 am IST)