Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

અમેરિકાના ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગનો નવો આદેશ : સંપૂર્ણ અભ્યાસ ઓનલાઈન કરતા વિદેશી સ્ટુડન્ટ્સ આગામી આદેશ સુધી અમેરિકામાં નહીં આવી શકે

વોશિંગટન : અમેરિકાના ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટવિભાગે નવો આદેશ બહાર પડ્યો છે.જે મુજબ 9 માર્ચ 2020 પછી એડમિશન લેનારા અને સંપૂર્ણ અભ્યાસ ઓનલાઈન કરતા વિદેશી સ્ટુડન્ટ્સ  આગામી આદેશ સુધી અમેરિકામાં નહીં આવી શકે.આ માટે શૈક્ષણિક સંસ્થાઓએ એક નવું ફોર્મ આઈ-20 બહાર પાડવું પડશે. તેના દ્વારા નોન-ઈમિગ્રેન્ટ વિદ્યાર્થીોની યોગ્યતાની સ્થિતિ ચેક કરાશે.
સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ મુજબ 9 માર્ચના રોજ માર્ગદર્શન બહાર પડાયું હતું. ICEને કહેવામાં આવ્યું છે કે તેઓ બધા વિદેશી વિદ્યાર્થીઓ પાસે તેનું પાલન કરાવે. જેમાં કહેવાયું છે કે શૈક્ષણિક સંસ્થાઓ ડિસ્ટન્સ લર્નિંગને પ્રોત્સાહન આપે. બીજા શબ્દોમાં કહીએ તો હાલ આ આદેશ ઓનલાઈન ક્લાસિસને પ્રોત્સાહન આપવા માટે બહાર પડાયો છે. તેમા કહેવાયું છે કે કોરોના વાઈરસની મહામારીના કારણે આ આદેશ બહાર પડાયો છે.
બે સપ્તાહ પહેલા ICEએ આવોજ એક આદેશ બહાર પાડ્યો હતો. તેમા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં આવતા રોકવાની સાથે તે વિદ્યાર્થીઓને દેશ છોડવા માટે કહેવાયું હતું જેઓના ક્લાસ ઓનલાઈન છે. વિદ્યાર્થીઓ સાથે અમેરિકાની શૈક્ષણિક સંથાએ પણ તેના ઉપર સવાલો ઉઠાવ્યા હતા. બાદમાં તેમાં ફેરફાર કરાયો હતો
વિદેશી વિદ્યાર્થીઓને લઈને અમેરિકાનું આ વલણ ચોકાવનારું છે. વાસ્તવમાં તંત્ર ઈચ્છતું હતું કે મહામારી છતા હવે સ્કૂલો ખોલવામાં આવે. 50માંથી 18 રાજ્યો અને 200 યુનિવર્સિટીએ તેનો વિરોધ કર્યો હતો.

(6:27 pm IST)