Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અમેરિકામાં 4 ચાઈનીઝ નાગરિકો ઉપર વિઝા ફ્રોડનો આરોપ : ચાઈનીઝ સૈન્ય સાથે જોડાયેલા હોવાની વાત છુપાવી : 3 ની ધરપકડ : 4 થા આરોપીએ ચાઈનીઝ દૂતાવાસમાં આશ્રય લઇ લીધો

વોશિંગટન : અમેરિકામાં 4 ચાઈનીઝ નાગરિકો ઉપર વિઝા ફ્રોડનો આરોપ લગાવાયો છે.જેમાં તેમણે ચાઈનીઝ સૈન્ય સાથે જોડાયેલા હોવાની બાબત છુપાવી હોવાનો આરોપ છે.આ 4 નાગરિકો પૈકી 3 ની ધરપકડ થઇ ગઈ છે.પરંતુ ચોથા નાગરિકે સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ચાઈનીઝ દૂતાવાસમાં આશ્રય લઇ લીધો  હોવાથી તેની ધરપકડ થઇ શકી નથી.
આ ચારે આરોપીઓ ઉપરના ઉપરોક્ત આરોપ પુરવાર થયે તેઓને વધુમાં વધુ 10 વર્ષની જેલસજા અને 2.50 લાખ ડોલરનો દંડ થઇ શકે છે.

(7:27 pm IST)