Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અમેરિકામાં પણ સ્કૂલો ફરીથી શરૂ કરવામાં વિલંબ થશે : કોરોના વાઇરસને કારણે હાલની તકે જોખમ લેવું વ્યાજબી નથી : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ હજુ થોડા દિવસો પહેલા સ્કૂલો ફરીથી ચાલુ કરી દેવામાં ડેમોક્રેટિક પાર્ટી અવરોધ ઉભા કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.પરંતુ હવે વર્તમાન કોરોના વાઇરસના સંજોગોને ધ્યાને લઇ જણાવ્યું  છે કે સ્કૂલો ફરીથી શરૂ કરવામાં વિલંબ થઇ શકે છે.
ન્યુયોર્ક શહેરમાં ઓનલાઇન અને રૂબરૂ બંને રીતે અભ્યાસની વ્યવસ્થા કરાઈ છે.જયારે લોસ એંજલસ અને સાન ડીએગોમાં ઓનલાઇન શિક્ષણ માટે આયોજન થઇ રહ્યું છે.

 

(6:57 pm IST)