Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અફઘાનિસ્તાનથી આવેલા શીખો અને હિંદુઓને શરણાર્થી તરીકે અગ્રતા આપો : અમેરિકાના સાંસદેપ્રેસિડન્ટ ટ્રમ્પને અનુરોધ કર્યો : ભારતે આપેલ આશ્રય બદલ પ્રસંશા કરી

વોશિંગટન : અફઘાનિસ્તાનથી આવેલા શીખો અને હિંદુઓને શરણાર્થી તરીકે અગ્રતા આપવા અમેરિકાના સાંસદે પ્રેસિડન્ટ ટ્રમ્પને અનુરોધ કર્યો છે.તથા ભારતે આપેલ આશ્રય બદલ પ્રસંશા કરી છે.
તેમણે જણાવ્યું છે કે આતંકવાદીઓના ત્રાસનો ભોગ બની રહેલા અફઘાનિસ્તાનમાં વસતા શીખો અને હિંદુઓને દેશ છોડવાની ફરજ પડી રહી છે.આ પીડિતોને ભારતે લાંબા ગાળાના વિઝા આપી મદદ કરી છે.તે રીતે અમેરિકાએ પણ તેઓને આશ્રય આપવામાં અગ્રતા એવી જોઈએ તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(6:34 pm IST)