Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

" ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ " : ઉપવાસની યોગ્ય પદ્ધતિ અને ફાયદાઓ વિષે અનુભવી સીનીઅર મેડિકલ ડો.કમલ પરીખ અને ડો.પ્રદીપ કણસાગરા ગુજરાતી ભાષામાં જાણકારી આપશે : જોય એકેડમીના ઉપક્રમે meet.google.com અથવા Google Meet App ના માધ્યમથી 26 જુલાઈ રવિવારે સાંભળવાની તક

યુ.એસ.: ' ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ ' ઉપવાસ આદિકાળથી ચાલી આવતી ધાર્મિક પરંપરા છે.ભોજનની પસંદગી અને ત્યાગ એ આપણા મન ઉપર આધારિત છે.આપણે ઇચ્છીએ તેટલું જમીએ અને પસંદ કરીએ .આજકાલ ' ફાસ્ટિંગ ' શબ્દ ખુબ પ્રચલિત છે.તે લગભગ વજન ઘટાડવા માટે છે.પરંતુ ઉપવાસ વિષે જાણવા જેવું છે.વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે ઉપવાસના અસંખ્ય ફાયદાઓ છે.આ સેમિનારમાં અનુભવી ડોક્ટર કમલ પરીખ તથા ડો.પ્રદીપ કણસાગરા  ઉપવાસની યોગ્ય પદ્ધતિ અને  ફાયદાઓ વિષે જાણકારી આપશે.

આ જાણકારી  meet.google.com અથવા  Google Meet App ના માધ્યમથી  26 જુલાઈ રવિવારે મેળવી શકાશે.જેનો કોડ fst-vdnh-iyd છે.તથા સમય 12 p.m. EST, 11 a.m. CST ,10 a.m.MST , 9 a.m.PST ,તથા   9 : 30 p.m.India છે.

જોય એકેડમી આયોજિત આ સેમિનારના ઓર્ગેનાઈઝર શ્રી ભાસ્કર સુરેજા ,શ્રી ચતુર છાભાયા ,શ્રી રમણ પટેલ ,શ્રી દિલીપ વાછાણી ,શ્રી બી.યુ.પટેલ ,ડો.સી.ડી.લાડાણી ,શ્રી નાન્સી પટેલ ,શ્રી પંકજ સુતરીયા , SPCS USA શ્રી સંજય કાલાવાડિયા ,શ્રી કે.સી.પટેલ ,તથા શ્રી કાંતિ ઘેટીયા છે.

(5:34 pm IST)