Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ચીન ભસ્માસુર રાક્ષસ સમાન છે : જે તેને ખવડાવે તેનો જ હાથ ખાઈ જાય છે : અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓનો ચીન ઉપર એક વધુ પ્રહાર

વોશિંગટન : અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ ચીન ઉપર એક વધુ પ્રહાર કર્યો છે.તેમણે ચીનની સરખામણી રાક્ષસ સાથે કરી હતી.અને જણાવ્યું હતું કે જે તેને ખવડાવે તેનો જ હાથ તે ખાઈ જાય છે.
આ તકે તેમણે ચીનના પૂર્વ પ્રેસિડન્ટ નિકસનને યાદ કર્યા હતા.જેમણે જણાવ્યું હતું કે ચીનને આંતર રાષ્ટ્રીય બજારમાં એન્ટ્રી આપીને બહુ મોટી ભૂલ થઇ છે.તેમની ભવિષ્યવાણી આજે સાચી પડી રહી છે.

(1:43 pm IST)