Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જર્મનીના બેડેન હ્રાર્ટબર્ટ સ્ટેટમાં બુરખો પહેરવા ઉપર પ્રતિબંધ : મુક્ત સમાજમાં બંધન સ્વીકારી શકાય નહીં : કોર્ટની મંજૂરી

 બેડેન હ્રાર્ટબર્ટ : જર્મનીના બેડેન હ્રાર્ટબર્ટ સ્ટેટમાં સ્કૂલે જતી યુવતીઓ માટે બુરખો પહેરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે.જેના કારણમાં જણાવાયા મુજબ મુક્ત સમાજમાં ઇસ્લામની ચહેરો ઢાંકવાની રીત સ્વીકારી શકાય નહીં.

આ બાબતે મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ થયો હતો.તથા તેઓએ કોર્ટમાં રજુઆત કરી હતી.પરંતુ નામદાર કોર્ટએ આ કાયદો એક સ્ટેટ પૂરતો જ છે તેવું જણાવી બુરખો પહેરવા ઉપર પ્રતિબંધને માન્ય રાખ્યો હતો.

(2:19 pm IST)