Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

‘‘વોશીંગ્‍ટન લીડરશીપ પ્રોગ્રામ ૨૦૧૮'': અમેરિકાની ભાવિ પેઢીને નેતૃત્‍વ તાલીમ આપવા ચલાવાતો પ્રોગ્રામઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા યુવાનોમાં ઇન્‍ડિયન અમેરિકન યુવા સમુહને સ્‍થાન

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં વોશીંગ્‍ટન લીડરશીપ પ્રોગ્રામ ૨૦૧૮ માટે પસંદ કરાયેલા યુવાનોમાં ઇન્‍ડિયન અમેરિકન યુવા સમુહએ પણ સ્‍થાન હાંસલ કર્યુ છે.

નોનપ્રોફિટ WLPના ઉપક્રમે ભાવિ પેઢીને નેતૃત્‍વ તાલીમ આપવા માટેના આ પ્રોગ્રામમાં પસંદ થયેલા યુવકો તથા યુવતિઓને કોંગ્રેશ્‍નલ ઓફિસોમાં ઉનાળામાં ૮ સપ્તાહની ઇન્‍ટરશીપ અપાશે. જેમાં પસંદ થયેલા ઇન્‍ડિયન અમેરિકન યુવા સમુહમાં આસ્‍થા ઝા, છિટીબાબુ, અનમોલ નાગર, અર્જુન રામાણી, મૌસમી પાટીલ, નાવ્‍યા કુમાર, શિવાક સિંઘ, વિનિત રામન, તથા ઝોહા કુરેશીનો સમાવેશ થાય છે જેઓ કેલિફોર્નિયાના ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્‍નાની ઓફિસમાં ઇન્‍ટરસીપ કરશે.

(10:51 pm IST)