Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અમેરિકાના 2020ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ઉભરી રહેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસ: ચૂંટણી લડવા માટે સંમત

વોશિંગટન: ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર 53 વર્ષીય સુશ્રી કમલા હેરિસ 2020ની સાલની પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીના હોટ ફેવરિટ ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ અંગે તેઓને પૂછવામાં આવતા તેમને ઇન્કાર કરવાને બદલે સંમતિ આપી હતી.જોકે તેમણે બીજા ઘણા મહત્વના લક્ષ્યાંકો ઉપર વિશેષ ભાર મુક્યો હતો

તેમનો પરિવાર જમૈકાથી આવી અમેરિકામાં વસેલો છે. 2016ની સાલમાં સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા પહેલા તેઓ કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતા

(11:53 am IST)