Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમિરકામાં ગજરાતી સમાજ ઓફ ટેમ્પા બે એરિયાની પ્રશંસનીય કામગીરી : કોરોના સામેની લડાઈ માટે સ્થાનિક સંસ્થાઓને ૧૫૦૦૦ માસ્ક ડોનેટ કર્યા : ભારતમા મદદરૂપ થવા પી.એમ કેર ફંડ તથા ગજરાતમાં મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપ્યો

(ભાવિક  મોદી દ્વારા)  ટેમ્પા :  કોરોના રૂપી  મહામારી સામે સમગ્ર દુનિયા ઝઝૂમી  રહી છે . ચારેકોર અનિશ્ચિતતાનો  માહોલ છે. લોકડાઉનના કારણે  વેપાર -ધંધા બંધ  રહેતા અર્થતંત્રને તેની  માઠી અસર પહોચી છે . આવામા અમિરકામા ગજરાતી સમાજ ઓફ ટેમ્પા બે એરિયાએ પ્રશંસનીય પ્રવૃત્તિ  હાથ ધરી હતી. આ પ્રવૃત્તિ માટે  ગુજરાતી  સમાજ ઓફ ટેમ્પા બે એરિયાના પ્રમુખ  કવલ બ્રહ્મભટ્ટ સાથે  એક્ઝિક્યુટિવ કમિટીએ  પહેલ  કરતા સંસ્થાના સભ્યોને ઈમેલ  પાઠવી છુટા હાથે  ડોનશન આપી આ સેવાકીય કાર્યમાં  મદદરૂપ  થવા અપીલ કરી હતી.

આ અંતર્ગત સંસ્થા દ્વારા સ્થાનિક હોસ્પિટલ  એડવેન્ટ હેલ્થને  ૭૦૦૦ સર્જીકલ માસ્ક સાથે  ૧૦૦૦ N95 સેફટી માસ્ક  આપવામા આવ્યા  હતા.આ તકે  એડવેન્ટ  હેલ્થના સીઈઓ એરિકા સ્કુલાએ  ગજરાતી સમાજ ઓફ  ટેમ્પા બે  નો આભાર માનતા જણાવ્યું હતું કે  હાલની પરિસ્થિતિમાં  હોસ્પિટલમાં માસ્કની  તાતી જરૂરિયાત  હોઈ સંસ્થા દ્વારા  આપવામા આવેલ માસ્કનો જથ્થો  ઉપયોગી નીવડશે . વધુમાં હોસ્પિટલમાં સર્જરીની પ્રક્રિયા  ફરીથી શરૂ  કરી દેવામાં  આવી છે અને સર્જરી માટે  આવનાર દરકનો કોવીડ ટેસ્ટ  કરવામાં આવે છે. ત્યારબાદ સર્જરી  માટે  લઇ જવામા આવે છે . સાથે હોસ્પિટલમાં  આવનાર દરક માટે  માસ્ક  પહેરવું  અનિવાર્ય છે.તેવું જણાવ્યું હતું . આ પ્રસંગે  એડવેન્ટના ડિરેક્ટર  ટોની લાફોરગીયા, ચીફ નર્સિંગ ઓફિસર સેટા રૂઈઝ , ચીફ ઓફ સ્ટાફ  ડો. સી. જે .પટેલ , ડિરેક્ટર  ઓફ ઓપરેશન્સ  આદમ જોહનસન સહીત સિનયર સ્ટાફ  હાજર રહ્યો  હતો.

એડવેન્ટ હેલ્થ ઉપરાંત અન્ય સંસ્થા ફીડિંગ ટેમ્પા બે ને પણ ૭૦૦૦ સર્જીકલ માસ્ક  સાથે  ૫૦૦૦ ડોલરનો ચેક  આપવામા આવ્યો  હતો. ફીડિંગ ટેમ્પા બે સંસ્થા ટેમ્પા તથા  આસપાસના વિસ્તારની  ૧૦ કાઉન્ટીના જરૂરિયાતમંદોને  એક સમયનું  ભોજન પૂરું પાડે છે.સંસ્થાના  આ કાર્યમાં  મદદરૂપ  થવા ૨૦૦ જેટલા સ્વયંસેવકો  સેવા આપે છે.. આ તકે ફીડિંગ ટેમ્પા બે ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  થોમસ મેન્ઝ  અને ટેમ્પા શેરીફ ઉપસ્થિત રહ્યા  હતા. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  થોમસ મેન્ઝે  ગજરાતી સમાજના હોદદારોને ફીડિંગ ટેમ્પા બે ના પ્લાન્ટ ની ટુર  કરાવી હતી તથા ફંડના  ક્લેકશન, પ્રોસેસ, પેકેજીંગ અને ડિસ્ટ્રીબ્યુશન વિષે વિસ્તૃત માહિતી  આપી હતી. વધુમાં  હાલમા કોવીડના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં  ફંડની  સહાય લેનારાઓની સંખ્યામાં  ૫૦ ટકા જેટલો વધારો નોધાયો છે.અને તેમાંથી  ૭૦ ટકા લોકો એવા છે જેઓ  તેમના જીવનમાં પહેલીવાર ફૂડ લેવા માટે  લાઈનમા ઉભા હોય તેવું જણાવ્યું હતુ

આ પ્રસંગે  ગજરાતી સમાજ ઓફ ટેમ્પા બે ના હોદદારો સુશ્રી જીગીષા દસાઈ, ડો. જયંત ચોક્સી , સુશ્રી સ્મિતા પટેલ શ્રી વિજય ગાંધી , શ્રી  નૈનન દેસાઈ, શ્રી દર્શક  પટેલ ,શ્રી  કેવલ બ્રહ્મભટ્ટ , શ્રી મુકેશ પટેલ શ્રી ચિંતન પટેલ , શ્રી જીગર જાધવ, શ્રી ભાવિક  મોદી હાજર રહ્યા હતા.

અમેરીકા  ઉપરાંત માતૃભૂમિ  ભારતમા પણ મદદ રૂપ  થવા ગજરાતી સમાજ ઓફ ટેમ્પા બે દ્વારા  આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ  મોદીએ શરૂ કરેલ  નાણાકીય વ્યવસ્થા  પી.એમ કેર ફંડ  તથા ગજરાતમા મુખ્યમંત્રી  રાહત નિધિમાં  ઓનલાઈન ટ્રાન્સફર  મારફત ધનરાિશ જમા કરાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગજરાતી સમાજ ઓફ ટેમ્પા બે  નોન પ્રોફિટ સંસ્થા છે. જે  ૧૯૮૧ થી ટેમ્પા બે ફ્લોરિડામાં કાર્યરત છે.

(12:53 pm IST)