Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વિદેશી નિષ્ણાંતોને વધુ વળતર આપનાર દેશોમાં જાપાન પ્રથમ ક્રમેઃ વાર્ષિક ૩ લાખ ૮૬ હજાર ડોલરના વળતર ઉપરાંત હાઉસીંગ, શિક્ષણ સહિતના ક્ષેત્રે વધારાના લાભો

ન્યુદિલ્હીઃ વિદેશી નિષ્ણાંતોને વધુ વળતર આપવામાં જાપાન મોખરે છે. જ્યાં વાર્ષિક ૩ લાખ ૮૬ હજાર ડોલર જેટલું વળતર ચૂકવાય છે. ઉપરાંત હાઉસીંગ, શિક્ષણ સહિતના ક્ષેત્રે પણ વધારાના લાભો આપવામાં આવતા હોવાથી તે હોટ ફેવરીટ બન્યુ છે. બીજા ક્રમે ચીન છે. જયારે ભારત ત્રીજા ક્રમે છે જ્યાં વધુ પડતો ટ્રાફિક, પ્રદુષણ તથા ગીચ વસતિ હોવાથી વાર્ષિક ૨ લાખ ૯૯ હજાર ડોલર જેટલું વળતર મળે છે. હોંગકોંગ સ્થિત વિદેશી નિષ્ણાંતો ૨ લાખ ૭૬ હજાર જેટલું વાર્ષિક વળતર મેળવે છે. તેવું ECAનો સર્વે જણાવે છે.

(9:18 pm IST)