Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

યુ.એસ.માં સગીર બાળાઓની સુન્નત કરવાના આરોપમાંથી ઇન્ડિયન અમેરિકન મહિલા ફીઝીશીઅન જુમાના નગરવાલા મુકતઃ ધંધાકીય હેતુથી નહીં પરંતુ દાઉદી વહોરા કોમની ધાર્મિક વિધિ અનુસંધાને ફરજ બજાવી હતી

ઇલિનોઇસઃ યુ.એસ.માં ૭ થી ૧૩ વર્ષની ૧૦૦ જેટલી સગીર બાળાઓની સુન્નત એટલેકે ફતના અંગછેદન કરવાના આરોપમાંથી ઇન્ડિયન અમેરિકન મહિલા ફીઝીશીઅન જુમાના નગરવાલાને યુ.એસ.ડીસ્ટ્રીકટ કોર્ટ જજ બર્નાડ ફ્રેડમેનએ મુકત કર્યા છે. ૨૦૦૭ની સાલમાં ઉપરોકત આરોપસર તેમની ધરપકડ થઇ હતી.

ડો.જુલાના ઉપર લગાવાયેલા આરોપોના બચાવમાં તેમણે જણાવ્યા મુજબ તેઓે કોઇ ધંધાકીય રીતે નહીં પરંતુ દાઉદી વહોરા કોમની ધાર્મિક વિધિ અનુસંધાને ઉપરોકત ફરજ બજાવી હતી.

નામદાર જજએ આપેલ ચૂકાદામાં જણાવાયા મુજબ આ કૃત્ય માટેના કાયદામાં ફેરફાર કરવા જરૂરી છે. કારણકે આવો પ્રતિબંધ ગેરબંધારણીય છે આ ચુકાદા વિરૂધ્ધ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસએ અપીલ કરવાનું માંડી વાળ્યુ છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)