Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અમેરિકામાં કેન્સર સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ ૧૦ ઇન્ડિયન અમેરિકન સાયન્ટીસ્ટસનું બહુમાનઃ એટલાન્ટા જયોર્જીયા મુકામે ૩૧ માર્ચના રોજ એવોર્ડ આપી સન્માનિત કરાયા

એટલાન્ટાઃ અમેરિકામાં કેન્સર સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપવા બદલ ૧૦ ઇન્ડિયન અમેરિકન સાયન્ટીસ્ટસનું બહુમાન કરાયું છે.

ધ સોસાયટી ઓફ અમેરિકન એશિઅન ઇન કેન્સર રિસર્ચના ઉપક્રમે આ સાયન્ટીસ્ટસને ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ એટલાન્ટા જયોર્જીયા મુકામે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેમાં ડો.જીઆન્ફુ વાન્ગ, ડો.વિનિય ગુપ્તા, ડો.અજય પી.સિંઘ, ડો.દીપક કુમાર, ડો.શૈલેષ સિંઘ, ડો.દીપાલી શર્મા, ડો.પુષ્પા દંડન, ઼ડો.ચેન્ડિલ દામોદરન, ડો.બિપીન ગુપ્તા, તથા ડો.વડીવેલ ગનયથીનો સમાવેશ થાય છે.

તમામને  SAASCR પ્રેસિડન્ટ ડો.રાજવીર જહીયાના હસ્તે એવોર્ડ અપાયા હતા. 

(8:25 pm IST)