Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

યુ.એસ.માં ''ઓહિયો એકેડમી ઓફ હીસ્ટરી''ના વાઇસ પ્રેસિડન્ટ તથા પ્રેસિડન્ટ ઇલેકટેડ તરીકે સર્વાનુમતે ચૂંટાઇ આવતા સુશ્રી લાવણ્યા વેમસાનીઃસ્કૂલ, તથા કોલેજના સ્ટુડન્ટસ તેમજ પ્રજાજનોને ઇતિહાસના જ્ઞાનથી વાકેફગાર કરવાની નેમ ધરાવતા ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી લાવણ્યા પુસ્તક લેખન ક્ષેત્રે પણ કાર્યરત

ઓહિયોઃ યુ.એસ.માં ઓહિયો એકેડમી ઓફ હીસ્ટરીના વાઇસ પ્રેસિડન્ટ તથા ઇલેકટેડ પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી લાવણ્યા વેમસાની સર્વાનુમતે ચૂંટાઇ આવ્યા છે તેઓ ઓહિયોમાં પોસ્ટમાઉથ ખાતે આવેલી શૌની સ્ટેટ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.

ઉપરોકત હોદા ઉપર ચૂંટાઇ આવવા બદલ તેમણે આનંદ તથા રોમાંચ વ્યકત કર્યો હતો. તેઓ આ હોદા ઉપર બે વર્ષ માટે સેવાઓ આપશે. તેઓ સ્ટુડન્ટસ તથા પ્રજાજનોને ઇતિહાસના જ્ઞાનથી વાકેફગાર કરવાની નેમ ધરાવવાની સાથે સ્કૂલ કોલેજો, તેમજ લાયબ્રેરીમાં સ્કોલરશીપ આપી ઇતિહાસનું જ્ઞાન વધારવા પ્રયત્ન કરવા આતુર હોવાનું જણાવે છે તેઓ ઇતિહાસ તથા વિશ્વના ધર્મો વિષે છેલ્લા દસકાનો અનુભવ ધરાવે છે તેમજ રીલીજીઅસ સ્ટડી ક્ષેત્રે તેમણે ડોકટરેટની ડીગ્રી મેળવેલી છે.

પ્રોફેસર સુશ્રી લાવણ્યાએ પુસ્તકો પણ લખ્યા છે જેમાં ''ક્રિશ્ના ઇન હીસ્ટરી, થોટ એન્ડ કલ્ચર તથા ''હિન્દુ એન્ડ જૈન મિથોલોજી ઓફ બલરામ''નો સમાવેશ થાય છે. તેમનું ત્રીજુ પુસ્તક ''મોડર્ન હિન્દુઝમ ટેકસ્ટ એન્ડ કોન્ટેક્ષ્ટ'' ટુંક સમયમાં પ્રસિધ્ધ થવામાં  છે. ઉપરાંત તેઓ હજુ બે પુસ્તકો લખી રહ્યા છે. જેમાં ''ઇન્ડિયા એ ન્યુ હિસ્ટરી'' તથા ''એન્સિઅન્ટ સેટલમેન્ટ પેટર્નસ ઓફ સાઉથ ઇન્ડિયા''નો સમાવેશ થાય છે.

(10:08 pm IST)