Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

યુ.એસ.માં હયુસ્ટનના ૨૨ મા કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડી રહેલા શ્રી કુલકર્ણીને ચોમેરથી ભારે આવકાર : ૧૭ એપ્રિલના રોજ શ્રી રાવના નિવાસ સ્થાને યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં તમામ કોમ્યુનીટીના લોકોને સંગઠીત કરવાનો કોલ

હયુસ્ટના : યુ.એસ.માં હયુસ્ટનના ૨૨માં કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટમાંથી ડેમોક્રેટ ઉમેદવાર   તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્ડીયન અમેરિકન શ્રી પ્રેસ્ટોન કુલકર્ણી માટે ફંડ રેઇઝીંગનો પ્રોગ્રામ તાજેતરમાં ૧૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાઇ ગયો.

શ્રી અશોક તથા સુશ્રી શીલા રાવના નિવાસ સ્થાને યોજાયેલા આ ફંડ રાઇઝીગં પ્રોગ્રામમાં  ૫૦ લોકોએ હાજરી આપી હતી. જે સહુને શ્રી અશોક રાવએ અવકાર્યા હતા.

શ્રી કુલકર્ણીએ પોતાના સંવર્ષ વિષે ઉદવોધન કરી તમામ કોમ્યુનીરી વચ્ચે સંગઠન કરવાની વાત કરી હતી. તેઓ ૧૪ વર્ષ સુધી ફોરેન સર્વિસમાં સેવાઓ આપી ચૂકયા છે. તેમના પિતા ઇન્ડીયન છે. તથા માતા એંગ્લો અમેરિકન છે. તેમના ચૂટણી પ્રચાર માટે ૯૩ જેટલા યુવા વોલન્ટીચર્સ કાર્યરત છે. તેમને ચારે બાજુથી ભાર આવકાર મળી રહયો છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:01 pm IST)