Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

યુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણવિદ શ્રી સંજીવ ખગરામનો દબદબોઃ એરિઝોના સ્‍ટેટ યુનિવર્સિટીની થન્‍ડરબર્ડ સ્‍કૂલ ઓફ ગ્‍લોબલ મેનેજમેન્‍ટના ડીરેકટર જનરલ તથા ડીન તરીકે નિમણુંક

એરિઝોનાઃ યુ.એસ.ની એરિઝોના સ્‍ટેટ યુનિવર્સિટીની થન્‍ડરબર્ડ સ્‍કૂલ ઓફ ગ્‍લોબલ મેનેજમેન્‍ટના ડીરેકટર જનરલ તથા ડીન તરીકે ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણવિદ શ્રી સંજીવ ખગરામની નિમણુંક થઇ છે.

શ્રી ખગ્રામ આ અગાઉ હાર્વર્ડ બિઝનેસ સ્‍કૂલ તથા કેનેડી સ્‍કુલ ઓફ ગવર્મેન્‍ટમાં ફેકલ્‍ટી મેમ્‍બર તરીકે સેવાઓ આપી ચૂકયા છે.

તેમણે સ્‍ટેન્‍ફોર્ડ યુનિવર્સિટીમાંથી અન્‍ડર ગ્રેજ્‍યુએટ, માસ્‍ટર તથા ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે. તેઓ ૧ જુલાઇ ૨૦૧૮થી હોદો ગ્રહણ કરશે.

(9:41 pm IST)