Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

‘‘ જીઓપાર્ડી કોલેજ કિવઝ ચેમ્‍પીયનશીપ ૨૦૧૮'' અમેરીકામાં ખૂબ જ લોકપ્રિય તેવા કોલેજ સ્‍ટુડન્‍ટસ વચ્‍ચેના કિવઝ શોમાં ચેમ્‍પીયન બનતો ઇન્‍ડીયન અમેરીકન સ્‍ટુડન્‍ટ ધ્રુવ ગૌર : ૧ લાખ ડોલરનું ઇનામ

ન્‍યુયોર્ક : અમેરિકામાં ખૂબજ લોકપ્રિય તેવા કોલેજ સ્‍ટુડન્‍ટસ વચ્‍ચેના જીઓપાર્ડી કોલેજ કિવઝ શોમાં ઇન્‍ડીયન અમેરિકન સ્‍ટુડન્‍ટ ધ્રુવ ગૌરએ પ્રથમ વિજેતા બની ૧ લાખ ડોલરની ચેમ્‍પીઅનશીપ મેળવી લીધેલ છે.

ટેલિવીઝન ઉપર પ્રસારીત થતો આ શો દર્શકોઓ ખૂબજ લોકપ્રિય છે. જેમાં આઇવી લીગ બ્રાઉન યુનિવર્સિટીના પ્રથમ વર્ષના સ્‍ટુડન્‍ટ ધ્રવએ સતત બે દિવસ સુધી ચાલેલા ફાઇનલ રાઉન્‍ડમાં મેદાન મારી લીધુ છે. જો કે તેના પ્રતિસ્‍પર્ધા તરીકે પણ ઇન્‍ડીયન અમેરિકન સ્‍ટુડન્‍ટ  રિષભ  જૈન સાથે મુકાબલો હતો.  

(9:39 pm IST)