Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

‘‘બેસ્‍ટ એશિઅન એન્‍ટરટેઇનર'': ઇન્‍ડિયન અમેરિકન વીણાંવાદક મહિલા સુશ્રી સરસ્‍વતી રંગનાથન શિકાગો મ્‍યુઝીક એવોર્ડથી સન્‍માનિત

શિકાગોઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વીણાવાદક મહિલા સુશ્રી સરસ્‍વતી રંગનાથનને ‘‘બેસ્‍ટ એશિઅન એન્‍ટરટેઇર'' એવોર્ડ એનાયત કરાયો છે.

શિકાગો મ્‍યુઝીક એવોર્ડસના ઉપક્રમે લોગન સેન્‍ટર ખાતે યોજાયેલા ૩૭મા વાર્ષિક એવોર્ડ વિતરણ સમારંભ પ્રસંગે તેઓને ઉપરોક્‍ત એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા.

સુશ્રી રંગનાથક આ અગાઉ અનેક વિશ્વસ્‍તરીય સંગીત પ્રોગ્રામો આપી ચૂક્‍યા છે. તથા તેમના સ્‍થાપિત ‘‘સ્‍કૂલ એન્‍સેબલ ઓફ રાગસ'' દ્વારા વિવિધ સાંસ્‍કૃતિ કાર્યક્રમાં આપી ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરી રહ્યા છે.

(12:25 am IST)