Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

‘‘એકતાની ક્ષમતા'': સંગઠનની શક્‍તિ, નમ્રતા, હકારાત્‍મકતા, સહિતના સદગુણોથી વ્‍યક્‍તિ, કુટુંબ તથા સમગ્ર સમાજનો વિકાસ થાય છેઃ યુ.એસ.ના ડલ્લાસમાં BAPS મહિલા પરિષદમાં અગ્રણી વકતાઓનું ઉદબોધન

જ્યાં એકતા છે ત્યાં શક્તિ છે. નાનકડા પણ અત્યંત મહત્વપૂર્ણ વિષય પર આધારિત બીએપીએસની વાર્ષિક મહિલા પરિષદ ડલ્લાસ, ટેકસાસ ખાતે એપ્રિલ 21, 2018ના રોજ યોજાઈ. સમાજમાં ઘણાં લોકોની એકતા વિષેની માન્યતા સાથે વ્યક્તિગતપણે  સંગઠિત રાષ્ટ્ર અને વૈશ્વિક સમાજમાં ભાગ પરિષદનો મધ્યવર્તી વિચાર હતો.વક્તાઓએ વધુ સંગઠિત માનસિકતા કેળવવામાં નમ્રતા અને હકારાત્મકતા જેવા સદગુણોના ભાગ વિષે વિગતે જણાવ્યું.

ઉત્તર અમેરિકામાં ચૌદ જેટલાં સ્થળોએ યોજાયેલી પરિષદનું ધ્યેય સંવાદ અને વિચારો દ્વારા શ્રોતાઓમાં બદલાવ લાવવાનું હતું. ડલ્લાસ ખાતેની પરિષદમાં  ડીએફડબલ્યુ ઍરપોર્ટના પ્રવાસી સંપર્ક વિભાગના વડા (મૅનેજર) શાહલા પિલ્લાઈ મુખ્ય વક્તા હતા. પરિષદની મહત્તા વિષે જણાવતાં તેમણે અભિપ્રાય આપ્યો હતો કે, "બાળપણમાં મારી પાસે આવો કોઈ આધાર નહતો. એટલે, જે મહિલાઓએ કેડી કંડારી છે, તે આપણને ભૂલનું પુનરાવર્તન કરતાં રોકે છે! આપણા ભવિષ્ય માટે અનુભવ એક સારી તક મેળવી આપે છે. કારણ એકલું આવી પરિષદો માટે પર્યાપ્ત છે."

પરિષદની શરૂઆત અમેરિકા અને ભારતના રાષ્ટ્રગીતોથી થઈ. દરેક શ્રોતાએ બંને ગીતોને ઉભા રહી માન આપ્યું હતું. ત્યાર પછી, પૂજા સોલંકીએ એકતા છેવટે શું એના પર ભાર મુકતા કેમ જરૂરી છે સમજાવ્યું હતું. સંગઠન અનેકવિધ લાભ મેળવી આપી શકે છે, પરંતુ વક્તાઓએ મુખ્યત્વે નાના પાયે વ્યક્તિગતરીતે કરાયેલ કામગીરી કેવી રીતે સંયુક્ત કુટુંબ અને દ્વારા સમાજ અને વિશાળ જનહિતના લાભ મેળવી શકે સમજાવ્યું હતું.

પરિષદના બીજા બે વક્તાઓએ કેવી રીતે નમ્રતા અને હકારાત્મકતાના ગુણોને વધુ વિકસાવી સંબંધોમાં એકતા મેળવી શકાય વધુમાં સમજાવ્યું. નમ્રતા કાંઈ કહેવાની લાક્ષણિકતા માત્ર નથી, એને વ્યક્તિએ અમલમાં મૂકી વિકસાવવી જોઈએ. ડૉક્ટર જ્યોતિ પટેલે અંગે ચર્ચા કરી સમજાવ્યું કે નમ્રતાનો ગુણ જીવનના દરેક ડગલે કેવી રીતે વિકસાવી શકાય! પોતાના અંગત અનુભવો અને અન્યોના વક્તવ્ય દ્વારા પ્રેરિત થયેલા રીના રાવે સમજાવ્યું કે કેવી રીતે સેવા અને સહનશક્તિ દ્વારા નમ્રતાનો ગુણ મજબૂત કરી શકાય. અંતમાં, ગોપી પટેલે હકારાત્મકતાની તાકાત સમજાવી પરિષદનું સમાપન કર્યું.

શ્રોતાઓની જેમ વક્તાઓ પણ વિવિધ વ્યવસાય અને સમાજમાંથી આવ્યા હતાં. છતાંય, તે બધાં સાથે મળી સંવાદની એક વૈચારિક ભૂમિકા અને વિકાસ કેળવી શક્યા હતાં. જૂલી મિચેલ નામક શ્રોતાએ પોતાના અનુભવ વિષે જણાવ્યું કે, " પરિષદ જાણે નારી, એકતા અને પ્રેમનો ઉત્સવ હતો!"

બીએપીએસની મહિલા પરિષદના પ્રેરણા સ્ત્રોત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા, અને પ્રોત્સાહિત કરનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. પરિષદ આજના સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા વિષે ભાર મૂકે છે. વળી, પરિષદ સચોટ સંવાદ દ્વારા નવી પેઢીમાં જાગૃકતા આણે છે. પરિષદ પહેલા અને પછી પણ, હાજર શ્રોતાઓએ સમાજના વિસ્તૃત વર્ગમાંથી આવેલા સાથીઓ સાથે વાતચીત અને મેળાપ કર્યો હતો, અને પરિષદના વિષયે ચર્ચા કરી હતી. અનેક શ્રોતાઓએ પોતાને પરિષદથી નવી પ્રેરણા મળી હોવાનું અને પોતાના મિત્રો અને કુટુંબને પ્રેરણા પહોંચાડવાનું સ્વીકાર્યું હતું. શ્રોતાઓ આપણા સહુ સમક્ષ એક સંદેશો મુકતા ગયા છે, ભલે એકતાનો વિચાર એક વૈશ્વિક કે સહિયારો વિચાર છે, વિશ્વમાં પરિવર્તન લાવી સંગઠિત થવું વ્યક્તિગત શક્તિ પર નિર્ભર છે!

તેવું શ્રી સુભાષ શાહની યાદી દ્વારા જાણવા મળે છે.

(12:43 am IST)