Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્‍યોએ રામનવમી, હનુમાન જયંતિ તેમજ સહજાનંદ સ્‍વામી જયંતિની કરેલી શાનદાર ઉજવણીઃ શિકાગોમાં એશીયન ક્રિમેશન સર્વીસ દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ સમાજના હિતાર્થે હાથ ધરવામાં આવે છે તેની વિસ્‍તૃત માહિતી ડો ચંદ્રકાંત મોદી તથા સુરેશભાઇ બોડીવાલાએ સભ્‍યો સમક્ષ રજુ કરીઃ આગામી જૂન માસની રજી તારીખે દશાબ્‍દી વર્ષની ઉજવણી અંગેની માહિતી આપવામાં આવીઃ દરેક સભ્‍યએ પાંચ ડોલર પ્રવેશ ફી તરીકે આપવાના રહેશે

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ડેસપ્‍લેઇન્‍સ વિસ્‍તારમાં છેલ્લા દસ વર્ષથી યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગો નામની સંસ્‍થા સીનીયરોના હિતાર્થે કાર્યવંત છે અને તે સંસ્‍થાના સંચાલકોએ એપ્રીલ માસની ૮મી તારીખને રવીવારે તેની માસિક સભા શિકાગો નજીક પヘમિના પરા વિસ્‍તાર વીલીંગ ટાઉનમાં આવેલ સ્‍વામીનારાયણ સંસ્‍થાના વિશાળ હોલમાં યોજવામાં આવી હતી આ પ્રસંગે સંસ્‍થા ૨૫૦ જેટલા આપી હતી. આ સભામાં રામ નવમી, હનુમાન જયંતી તથા સહજાનંદ સ્‍વામી જયંતીની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી અને તેની સાથે સાથે ભીન્‍ન ભીન્‍ન પ્રકારના અન્‍ય કાર્યક્રમો પણ સભ્‍યોના હિતાર્થે રજુ કરવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં આ સંસ્‍થાના અગ્રણી છીતુભાઇ પટેલ, હસમુખભાઇ સોની, રમેશભાઇ ચોકસી તેમજ સંસ્‍થાના શુભેચ્‍છ મોહનભાઇ તથા જયોત્‍સ્‍નાબેન પટેલે દિપ પ્રાગટયની વિધિ કરી હતી અને તે વેળા શિકાગોના આચાર્ય રોહિતભાઇ જોશીએ મંત્રોચ્‍ચાર દ્વારા આ વિધિઓ કરાવી હતી ત્‍યાર બાદ સંસ્‍થાના સેક્રેટરી રમેશભાઇ ચોકસીએ હાજર રહેલા સૌ સભ્‍યોને આવકાર આપી આજની સભામાં જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરાનાર છે તેની આછેરી રૂપરેખા આપી હતી. તેમજ રામ નવમીની જે ઉજવણી કરવામાં આવી હતી તે પ્રસંગે તેમણે ભગવાન રામના જીવનના ઉત્તમ પ્રસંગોને દરેક વ્‍યકતીએ પોતાના જીવનમાં તેને ગ્રહણ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે પોતાના પ્રવચનના અંતમાં ભગવાન રામજીએ પોતાના જીવન દરમ્‍યાન જે જે પ્રકારના કાર્યો કર્યા હતા તેને ધ્‍યાનમાં લઇને તે મુજબનું જીવન જીવવા સૌ સભ્‍યોને વિનંતી કરી હતી.

આ વેળા શિકાગો વિસ્‍તારમાં એશીયન ક્રિમેસન સર્વીસ નામની સંસ્‍થા ઘણા વર્ષોથી કાર્યવત છે અને તેના પ્રણેતા શિકાગોના જાણીતા સમાજ સેવક ડો. ચંદ્રકાંત મોદી છે તેમજ તેમની સહાયમાં સુરેશભાઇ બોડીવાલા પણ કાર્ય કરે છે અને તેમણે શિકાગો વિસ્‍તારમાં જે જુદા જુદા ફયુનરલ હોમો આવેલા છે તેઓ ફયુનરલ અંગે વિવિધ પ્રકારના અનેક પ્રકારના નાણાં જે તે વ્‍યક્‍તિ પાસે વસુલ કરે છે અમોએ તેમનો સંપર્ક કેવીવી રાહતભર્યા દરો ફયુનરલ અંગે નક્કી કરેલા છે માટે તમામ ભારતીય સમાજના લોકોએ તેનો લાભ લેવો જોઇએ એવી આગ્રહભરી વિનંતી કરી હતી. અમારી સંસ્‍થા દ્વારા મોટા ભાગના ફયુનરલ હોમના સંચાલકો સાથે રાહત દર અંગેના જરૂરી કોન્‍ટ્રાકટ પણ કરેલ છે તેથી સર્વેને તેનો લાભ મળશે એવું તેમણે અંતમાં જણાવ્‍યુ હતુ આ અંગે એક સ્‍લાઇડ શોનુ પણ આયોજન કરવામાં આવેલ જેનો લાભ તમામ લોકોએ લીધો હતો.

સીનીયર સંસ્‍થારની મહિલાઓ જેમાં નિહારિકા મણીયાર, સ્‍મિતાબેને સુતરીયા, રંજનબેન દવે, તેમજ રંજનબેન ઠક્કરે રામનવમીની ઉજવણી પ્રસંગે પ્રાસંગીક ભજનો રજુ કર્યા હતા જેમાં સુરેશ રામી, ગુણવંત સોની અને અન્‍ય સભ્‍યોએ પણ તેમાં જરૂરી સહયોગ આપ્‍યો હતો આ વેળા પ્રદુમત પાઠકે હનુમાન જયંતિ અંગે સભ્‍યોને પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યુ હતું.

એપ્રીલ માસ દરમ્‍યાન જે સભ્‍યોનો જન્‍મ દિન આવતો હતો તેની પણ ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ સંસ્‍થાને દસ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેની ઔપરહિક રીતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સંસ્‍થાના સભ્‍ય સુશીલાબેન સોનીએ ગીતાનું પુસ્‍તક તમામ સભ્‍યોને ભેટમાં આપ્‍યુ હતુ. તથા ટ્રેઝરર હસમુખભાઇ સોનીએ આવક જાવકનો હિસાબ રજુ કર્યો હતો.

આવતા જૂન માસની રજી તારીખે આ સંસ્‍થાના દશમા વાર્ષિક દિનની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવનાર છે તે પ્રસંગે તમામ સભ્‍યોએ પાંચ ડોલર પ્રવેશ ફી તરીકે આપવાના રહેશે. સ્‍વાદિષ્‍ટ ભોજનને ન્‍યાય આપી સૌ સભ્‍યો વિખુટા પડયા હતા.

(12:42 am IST)