Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

શિકાગો આર્ટ સર્કલના ઉપક્રમે અમદાવાદના સુપ્રસિધ વકતા લેખક તથા કવિ ભાગ્‍યેશ જહાએ કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએ વિષયને રજુ કરતુ અદભૂત મંતવ્‍ય રજુ કર્યુઃ આ વેળા યોજવામાં આવેલ કવિ સંમેલનમાં મુંબઇના સુપ્રસિધ્‍ધ કવિ હિતેન આનંદપરા, અમદાવાદના કવિ ભાગ્‍યેશ જહા તથા શિકાગોના સ્‍થાનિક કવિઓ ડો અશરફ ડબાવાલા, ડો મધુમતિ મહેતા તેમજ અબ્‍દુલ વહીદ સોઝે ભાગ લઇ સુંદર કૃતિઓ રજુ કરીઃ રોજીંદા જીવનમાં હકારાત્‍મક વલણ અંગે ડો અશરફ ડબાવાલાએ સુંદર માહિતીઓ રજુ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્‍ધ કર્યાઃ ૨૦૦ જેટલા સાહિત્‍યના રસિયાઓએ આપેલી હાજરીઃ

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો આર્ટ સર્કલના ઉપક્રમે એપ્રીલ માસની ૨૧મી તારીખને શનિવારે એર્લિગટન હાઇટસ ટાઉનમાં આવેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ હોલમાં કવિ સંમેલન તેમજ કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએ એ વિષયને આવરી લેતુ એક અમદાવાદ સુપ્રસિધ્‍ધ વકતા અને કપિ ભાગ્‍યેશ જહાનુ પ્રવચન યોજવામાં આવ્‍યુ હતુ આ વેળા શિકાગોના જાણીતા કવિ અને વકતા ડો. અશરફ ડબાવાલાએ રોજીંદા જીવનમાં હકારાત્‍મક વલણ અંગે પણ માનનીય પ્રવચન આપ્‍યુ હતુ આ વેળા સાહિત્‍યમાં રસ ધરાવતા ૨૦૦ જેટલા પ્રેક્ષકોએ હાજરી આપી હતી અને મંદિરનો આ હોલ પ્રેક્ષકોથી ખીર્ચાખીય ભરાઇ ગયો હતો.

શિકાગો આર્ટ સર્કલ દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમની શરૂઆતમાં ડો મધુમતી મહેતાએ સાહિત્‍યમાં રેસ ધરાવતા પ્રેક્ષકોને આવકાર આપી આ સંસ્‍થા દ્વારા શિકાગોમાં સાહિત્‍યના ક્ષેત્રે જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે તેનો આછેરો ખ્‍યાલ આપ્‍યો હતો જેમાં કવિતા, સંગીત નાટક, ટુંકી વાર્તા તેમજ રોજીંદા જીવનમાં બનતા પ્રસંગોને આવકી લઇને તે અંગે તમામને માહિતીઓ પુરી પાડવા અંગેનો સમાવેશ થાય છે આ પ્રસંગે તેમણે સુંદર એક બે કૃતિઓ રજુ કરી હતી અને આજની સભાનું સમગ્ર સંચાલન હાથ ધરવા માટે મુંબઇના જાણીતા કવિ હિતેન આનંદપરાને વિનંતી કરી હતી.

હિતેનભાઇએ શરૂઆતમાં બે સુંદર કવિતા રજુ કરીને પ્રેક્ષકોના મન જીતી લીધા હતા અને ત્‍યાર બાદ તેમણે અમદાવાદના સુપ્રસિધ્‍ધ વકતા અને કવિ ભાગ્‍યેશ જહાને કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએ વિષય પર માનનીય મંતવ્‍ય રજુ કરવા વિનંતી કરી હતી.

ભાગ્‍યેશભાઇએ આ પ્રસંગે પોતાની લાક્ષણીક શૈલીમાં પાંચ હજાર વર્ષ પૂર્વેના કૃષ્‍ણના આધુનિક યુગમાં તેમના દર્શન કરાવ્‍યા હતા અને જણાવ્‍યુ કે તેઓ આધુનિક જગતમાં એક મહાનક્રાંતિને સર્જનાર ૨૧મી સદીના ભગવાન છે હાલમાં આપણે ટેલીકોમ્‍પ્‍યુીકેસન અને અએવીએશન ક્ષેત્રે અનેક પ્રકારની ક્રાંતિના જોઇ રહ્યા છીએ

પરંતુ પહેલાના જમાનાથી આ ક્રાંતિઓ થતી આવેલ છે. પરંતુ તેની અસરો હાલમાં જોવા મળે છે. તેમણે વધારામાં જણાવ્‍યુ હતુ કે આપણે જો આપણુ જીવન ઉન્‍નત બનાવનું હોય તો સાન, ભકિત અને કર્મને દરેક વ્‍યક્‍તિએ પોતાના જીવનમાં સ્‍થાન આપવાનું રહેશે અને તેની સાથે સમન્‍વય કેળવવાનો રહેશે અને તેમ કરીશુ તો આપણે આપણું જીવન ઉન્‍નતિના માગે૪ લઇ જઇશું અને તેમાં આવી પ્રવૃતિઓ હરહંમેશ અત્‍યંત ફાયદા કારક બની રહેશે.

તેમણે પોતાના પ્રવચનના અંતમાં ભગવાન  શ્રી કૃષ્‍ણને સાચી દ્રષ્‍ટિથી નિહાળવવાની સૌને અપીલ કરી હતી. અને હાજરી રહેલા પ્રેક્ષકોએ તેમના મંતવ્‍યને સારી એવી દાદ આપી હતી.

શિકાગોના જાણીતા વકતા અને કવિ ડો અશરફ ડબાવાલાએ પણ રોજીંદા જીવનમાં હકારાત્‍મક વલણ અંગે માર્ગદર્શન આપતા જણાવ્‍યુ હતુ કે તમામ લોકોએ નકરાત્‍મક પ્રવૃતિઓને પોતાના જીવનમાંથી નિલાંજલી આપીને ગમેતેવી પરિસ્‍થિતિમાં હકારાત્‍મક પ્રવૃતિઓને સ્‍થાન આપવાથી તે વ્‍યક્‍તિને તમામ ક્ષેત્રે રાહત અનુભવવાનો આનંદ પ્રાપ્ત થશે. તેમણે પોતાનો અનુભવ કહેતા જણાવ્‍યુ હતુ કે હું વ્‍યવસાથે ડોકટર છુ અને દરરોજ જયારે હું મારી કલીનીકમાં પ્રવેશ કરૂ છુ ત્‍યારે જાણે એક પવિત્ર મંદિરમાં પ્રવેશ કરી રહ્યો હોઉ એવું માનું છુ અને મારી કલીનીકમાં આવતા તમામ દર્દીઓ એક સાચા ભક્‍ત છે એવી રીતે સર્વેની સેવા કરૂ છું તેમણે આ પ્રસંગે અનેક પ્રકારના અવનવા પ્રસંગે વર્ણવીને હકારાત્‍મક ભૂમિકા ભજવવા સૌને આગ્રહભરી વિનંતી કરી હતી.

આ વેળા કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્‍યુ હતુ જેનું સંચાલન જાણીતા કવિ હિતેન આનંદપરાએ કર્યુ હતુ  જેમાં કવિઓ ભાગ્‍યેશ જહા, ડો અશરફ ડબાવાલા ડો મધુમતી મહેતા અને શિકાગોના કવિ અબ્‍દુલ વહિદ સોઝનો સમાવેશ થાય છે તેમણે સુંદર પોતાની કૃતિઓ રજુ કરી હતી કવિ હિતેન આનંદપરાએ ગાંધીજીને પત્ર, પોસ્‍ટમોર્ટમ, અને બજારની કવિતાઓ સુંદર રીતે રજુ કરી હતી તેવીરીતે ભાગ્‍યેશ અંગેની કટાક્ષભરી કૃતિઓ રજુ કરીને સૌ પ્રેક્ષકોના દીલ જીતી લીધા હતા.

રાત્રે ૮ વાગે શરૂ થયેલો કાર્યક્રમ મધ્‍યરાત્રીએ સાડાબાર વાગે પૂર્ણ થયો હતો અને આવો સુંદર કાર્યક્રમ રજુ કરવા બદલ શિકાગો આર્ટ સર્કલના અધીકારીઓ અભિનંદનને પાત્ર છે. 

(12:41 am IST)