Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

શિકાગો નજીક શામ્‍બર્ગ ટાઉનમાં સાત મિલિયન ડોલરના ખર્ચે નિર્માણ થનારૂ અદ્યતન હરિધામ સ્‍વામીનારાયણ મંદિરઃ આગામી મે માસની ૧૨મી તારીખને શનીવારે રોલીંગ મિડોઝ ટાઉનમાં આવેલ મિડોઝ કલબમાં મંદિરની ઇંટ પૂંજનનો કાર્યક્રમ યોજવામાં આવશેઃ અને ત્‍યાર બાદ તમામ ઇંટો ભૂમિપૂજનના સ્‍થળે લઇ જવામાં આવશે અને ત્‍યાં આગળ વિધિ વિધાનથી તેને ગોઠવવામાં આવશેઃ મંદિરના નિર્માણ કાર્યમાં હરિભક્‍તોનો સહયોગ પ્રાપ્ત થયોઃ ભારતથી સંતો શિકાગો પધારશે

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો નજીક પヘમિના પરા વિસ્‍તાર શામ્‍બર્ગ ટાઉનમાં આઇ ૨૯૦ ઇન્‍ટરસ્‍ટેટને પヘમિની બાજુએ અડીને આવેલ નવ એકર જમીનમાં સાત મીલીયન ડોલર જેટલા માનબર ખર્ચે એક અધતન સગવડતા ધરાવતુ શ્રી અક્ષર પુરૂષોતમ સ્‍વામીનારાયણનું (જૂતન હરિધામનું) ભવ્‍ય નિર્માણ કાર્ય થઇ જવા રહ્યુ છે અને તે અંગે આગામી મે માસની ૧૨મી તારીખને શનિવારે રોલીંગ મિડોઝ ટાઉનમાં આવેલ મિડોઝ કલબમાં મંદિરના નિર્માણ કાર્યમાં વપરાનાર ઇંટોની પૂંજન વિધિનો ભવ્‍ય કાર્યક્રમ સવારે સાડાનવ વાગે યોજવામાં આવેલ છે અને આ પવિત્ર પ્રસંગે સ્‍વામિનારાયણના હરિભક્‍તો મોટી સંખ્‍યમાં હાજરી આપશે એવુ મંદિરના સંચાલકની ધારણા છે અને તે કાર્યક્રમ સરળતાથી પરિપૂર્ણ થાયતે માટે આયોજકો ભારે તડામાર તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

શામ્‍બર્ગ ટાઉનમાં આ સંસ્‍થા માટે ખરીદ કરવામાં આવેલ નવ એકટની જમીનમાં સાત મિલિયન ડોલરના ખર્ચે એક અધતન સ્‍વામિનારાયણ મંદિર થનાર છે અને તેના ભૂમિપૂંજન માટે પરમ પૂજન ગુરૂહરિ સ્‍વામીજી, શ્રી પરમેસ્‍વરૂપ સ્‍વામીજી, તથા સોખડાથી પધારનાર હરિસંતો ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સહિત મહાપૂંજા કરશે તથા તેનું નિર્માણ પ૪૦ સાઉથ માર્ટીગલ રોડ શામ્‍બર્ગમાં થશે.

વિદેશોમાં વસવાટ કરતા ભારતીય સમાજના પરિવારના નાની વયના કિશોરો તથા કિશોરીઓમાં ભારતીય સંસ્‍કૃતિના સંસ્‍કારોનું સીંમન થાય તે માટે ગુરૂ સ્‍વામિજી અથાગ પ્રયાસો કરી રહ્યા છે અને તેના સારા એવા પરિણામો પણ આવેલા છે ઘણાં લાંબા સમયથી સ્‍વામિનારાયણના હરિભક્‍તોમાં પોતાનું આવા પ્રકારનું એક અલગ પ્રકારનું અધતન મંદિર નિર્માણ કરવામાં આવે એવું ઇચ્‍છી રહ્યા હતા અને હવે તે સ્‍વપ્‍ન સાકાર થવા જઇ રહ્યુ છે તેથી હરિ ભક્‍તોમાં એક અનેરા ઉત્‍સાહનું વાતાવરણ પ્રસરી રહેલ છે અને તેઓ મંદિરના નિર્માણ કાર્યમાં નાણાંનો ધોધ વહાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

મે માસની ૧૨મી તારીખે મંદિરના ભૂમિપૂંજનના કાર્યક્રમમાં શિકાગો અને તેની આજુબાજુના પરા વિસ્‍તાર તથા અન્‍ય રાજયોમાં વસવાટ કરતા ભારતીય સમાજના પરિવારના સભ્‍યોને પરિવાર સહીત આ કાર્યક્રમમાં પધારવા સંચાલક મંડળના સભ્‍યોએ આગ્રહભરી વિનંતી કરેલ છે.

(12:40 am IST)