Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

પૂર્વ ગર્લફ્રેન્‍ડ સહિત ૪ લોકોની હત્‍યાના પ્રયત્‍ન બદલ ઇન્‍ડિયન અમેરિકન રાજેશ બક્ષીની ધરપકડઃ ભાડુતી કિલરને ૧૫૦૦૦ ડોલરની સોપારી આપી પૂર્વ ગર્લફ્રેન્‍ડ, તેના નવા બોયફ્રેન્‍ડ, તથા માતા-પિતાની હત્‍યાનો પ્રયત્‍ન કર્યાનો આરોપ

ટેકસાસઃ પોતાની પૂર્વ ગર્લફ્રેન્‍ડ તથા તેના નવા પ્રેમી તેમજ માતા-પિતા સહિત ૪ લોકોની હત્‍યા કરવાની સોપારી આપવાના આરોપસર પિઅરલેન્‍ડ ટેકસાસ સ્‍થિત પરણીત સ્‍ટોર કલાર્ક ઇન્‍ડિયન અમેરિકન ૫૪ વર્ષીય રાજેશ બક્ષીની ધરપકડ થઇ છે.

જો કે તેને ડાયાબિટીસ તથા ન્‍યુરોલોજીક દર્દ હોવાથી તથા તે માસિક ૧૪૦૦ ડોલરથી વધુ કમાતો ન હોવાથી તેના એટર્નીએ જુદા જુદા ૪ કાઉન્‍ટ દીઠ ૨ લાખ ૫૦ હજાર ડોલરના જામીન ઉપર છોડવાની પ્રોસીકયુટરની માંગણીને બદલે કાઉન્‍ટ દીઠ ૩૦ હજાર ડોલરના જામીન આપવાની માંગણી કરી હતી. જે ધ્‍યાને લઇ કોર્ટએ તેને કાઉન્‍ટ દીઠ ૧ લાખ ૫૦ હજાર ડોલરના જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો હતો.

આરોપી રાજેશ બક્ષી પરણેલો છે. તથા તેની પત્‍ની, ટિવન પુત્રીઓ અને ટીન એજ પુત્ર સાથે સંબંધીના મકાનમાં રહે છે. તેણે ભાડુતી હત્‍યારાને ૧૫ હજાર ડોલરની સોપારી આપવાની શરતે ૪ હત્‍યા કરવાનો કોન્‍ટ્રાકટ આપ્‍યો હતો. પરંતુ આ વાત જાહેર થઇ જતા ૪ હત્‍યા થતી રહી ગઇ હતી. જો આરોપી રાજેશ દોષિત પૂરવાર થશે તો તેને આજીવન કેદની સજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:39 am IST)