Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

યુ.એસ.ની જયોર્જ વોશીંગ્‍ટન યુનિવર્સિટીની સ્‍કૂલ ઓફ બિઝનેસના ડીન તરીકે શ્રી અનુજ મેહરોત્રાની નિમણુંકઃ ૧ જુલાઇ ૨૦૧૮ થી હોદો સંભાળશે

મિઆમીઃ યુ.એસ.ની જયોર્જ વોશિંગ્‍ટન યુનિવર્સિટીની સ્‍કૂલ ઓફ બિઝનેસના ડીન તરીકે ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણશાસ્‍ત્રી શ્રી અનુજ મેહરોત્રાની નિમણુંક થઇ છે.

તેઓ હાલમાં યુનિવર્સિટી ઓફ મિઆમી બિઝનેસ સ્‍કૂલના સિનીયર વાઇસ ડીન તરીકે તથા લેસ્‍લી ઓ બાર્ન્‍સ સ્‍કોલર એન્‍ડ મેનેજમેન્‍ટ સાયન્‍સ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ જુલાઇ ૨૦૧૮ થી નવો હોદો ગ્રહણ કરશે.

શ્રી મેહરોત્રામાં અગાઉ મિઆમી યુનિવર્સિટીની બિઝનેસ સ્‍કૂલમાં બચગાળાના ડીન તરીકે જવાબદારી સંભાળી ચૂક્‍યા છે તેમણે ભારતની બિરલા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્‍ડ સાયન્‍સમાંથી મિકેનિકલ એન્‍જીનીયરીંગની ડીગ્રી મેળવેલી છે. તથા યુ.એસ.ની વર્જીનીઆ પોલિટેકનીક ઇન્‍સ્‍ટીટયુટમાંથી માસ્‍ટર ડીગ્રી, તેમજ જયોર્જીયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

(12:38 am IST)