Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

‘‘જયપુર ફૂટ USA'': ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, જયપુરની સબસિડીયરીઃ વિશ્વના ૨૯ દેશોના ૧.૬૫ મિલીયન જેટલા વિકલાંગોને કૃત્રિમ પગ પૂરા પાડવાનું માનવતા વાદી કૃત્‍ય કરવાનો વિક્રમઃ ન્‍યુયોર્ક સ્‍ટેટ એસેમ્‍બલી દ્વારા જયપુર ફુટ usaના શ્રી પ્રેમ ભંડારી, શ્રી અશોક સંચેતી, તથા શ્રી મનિષ ઢડ્ડાને પ્રશસ્‍તિપત્ર આપી સન્‍માનિત કરાયાઃ ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ ૭૦મા રાજસ્‍થાન ડે'ની ઉજવણી પ્રસંગે નાકોડાજી ખાતે ૨૦૦૦ વિકલાંગોને આર્ટિફીશીઅલ ફૂટ અપાયા

ન્‍યુયોર્કઃ પ્રાચીન તથા ઐતિહાસિક સંસ્‍કૃતિનો ભવ્‍ય વારસો ધરાવતા રાજસ્‍થાન સ્‍ટેટનો ૭૦મો સ્‍થાપના દિવસ તાજેતરમાં ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ ઉજવાઇ ગયો.

રાજપૂત રાજાઓનો રજવાડાઓનું એક સ્‍ટેટમાં વિલિનીકરણ કરી ૧૯૪૯ની સાલમાં રાજસ્‍થાન સ્‍ટેટની સ્‍થાપના થઇ હતી. જેના ૭૦મા સ્‍થાપના દિન નિમિતે રાજસ્‍થાનના સુવિખ્‍યાત તીર્થધામ નાકોડાજી ખાતે કરાયેલી ‘‘રાજસ્‍થાન ડે''ની ઉજવણી પ્રસંગે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતી જયપુરની સબસીડીયરી ‘‘જયપુર ફુટ usa''ના ચેરમેન શ્રી પ્રેમ ભંડારી, વાઇસ ચેરમેન શ્રી મનિષ ઢડ્ડા તથા સપોર્ટર શ્રી અશોક સંચેતીનું ન્‍યુયોર્ક સ્‍ટેટ એસેમ્‍બલી દ્વારા પ્રશસ્‍તિપત્ર આપી સન્‍માન કરાયું હતું જે એસેમ્‍બલી મેમ્‍બર શ્રી ડેવિડ વેપ્રિનના હસ્‍તે એનાયત કરાયું હતું.

જયપુર સ્‍ટેટ usa દ્વારા વિકલાંગોને કૃત્રિમ પગ પૂરા પાડવાનું માનવતા ભર્યુ કાર્ય થાય છે. વિશ્વ વ્‍યાપ્‍ત આ કાર્ય દ્વારા અત્‍યાર સુધીમાં ભારત, એશિયા, આફ્રિકા, તથા લેટિન અમેરિકા સહિતના ૨૯ દેશોમાં ૬૬ કેમ્‍પના આયોજનો દ્વારા ૧.૬૫ મિલીયન હેન્‍ડી કેપ્‍ટ લોકને આર્ટિફીશીયલ ફૂટ આપી હાલતા ચાલતા કરાયા છે. તાજેતરમાં રાજસ્‍થાનમાં યોજાયેલ રાજસ્‍થાન ડેની ઉજવણી પ્રસંગે ૨૦૦૦ વિકલાંગોને આવા આર્ટિફીશીઅલ ફૂટ (કૃત્રિમ પગ) અપાયા હતા. આ જયપુર ફુટ usaમાં  સ્‍થાપવા માટે મુખ્‍ય વ્‍યક્‍તિ શ્રી પ્રેમ ભંડારી છે.

આ તકે પ્રશસ્‍તિપત્ર એનાયત કરવ માટે હાજર રહેલા ન્‍યુયોર્ક સ્‍ટેટ એસેમ્‍બલીમેન શ્રી વેપ્રિનએ પણ જયપુર ફૂટ usaની કામગીરીને બિરદાવી સાથોસાથ રાજસ્‍થાનની સંસ્‍કૃતિના વખાણ કર્યા હતા. તથા જયપુર ફુટ asaના શ્રી પ્રેમ ભંડારી, શ્રી અશોક સંચેતી તથા શ્રી મનિષ ઢડ્ડાને  F પ્રશસ્‍તિપત્ર આપી બિરદાવ્‍યા હતા.

આ તકે પૂર્વ ડેપ્‍યુટી કન્‍ટ્રોલર ઇન્‍ડિયન અમેરિકન શ્રી દિલીપ ચૌહાણએ પણ હાજર રહી જયપુર ફુટ asaની માનવતાવાદી પ્રવૃતિને બિરદાવી હતી તથા ન્‍યુયોર્ક સ્‍ટેટ તેમના માટે ગૌરવ અનુભવતુ હોવાનું જણાવ્‍યું હતું.

જયપુર ફુટ asaના ચેરમેન શ્રી પ્રેમ ભંડારીએ રાજસ્‍થાની ભાષામાં ઉદબોધન કર્યુ હતું. તેવું એ.એમ.વેપ્રિન ઓફિસના ફોટો સૌજન્‍ય સાથે શ્રી રોધ ન્‍યુયોર્યકની યાદીમાં જણાવાયું છે.

(10:02 pm IST)