Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

યુ.એસ.ની મેરીલેન્‍ડ યુનિવર્સિટીના આસી.પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સન્‍ની સિંહાને એવોર્ડઃ ‘‘એથિકલ એન્‍ડ સેફટી ઇસ્‍યુઝ ઇન ડુઇંગ સેકસ વર્ક ‘‘સંશોધન આર્ટીકલ લખવા બદલ લાઇવલી સાયન્‍સ એવોર્ડથી સન્‍માનિત

મેરીલેન્‍ડઃ યુ.એસ.ની મેરીલેન્‍ડ યુનિવર્સિટીના આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સુન્‍ની સિંહાને ‘‘મિચેલ એચ.અગર લાઇવલી સાયન્‍સ એવોર્ડ''થી સન્‍માનિત કરાયા છે.

સુશ્રી સિંહા યુનિવર્સિટીની સ્‍ક્રેન્‍ટટોન પેન્‍સિલવેનિઆ સ્‍થિત આ યુનિવર્સિટીની સ્‍કૂલ ઓફ સોશીઅલ વર્કમાં આસી.પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. જેમણે લખેલા ‘‘એથિકલ એન્‍ડ સેફટી ઇસ્‍યુઝ ઇન ડુઇંગ સેકસ વર્ક ‘‘રિસર્ચ'' આર્ટીકલ બદલ તેઓને એવોર્ડ આપવામાં આવ્‍યો હોવાનું યુનિવર્સિટીએ ૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ સમાચાર સૂત્રોને જણાવ્‍યું હતું.

તેમનો આ આર્ટિકલ કવોલીટેટીવ હેલ્‍થ રિસર્ચમાં ૨૦૧૭ની સાલમાં પ્રસિધ્‍ધ થયો હતો. તેમણે સાઉથ કેરોલિના યુનિવર્સિટીમાંથી સોશીઅલ વર્ક વિષય સાથે ડોકટરેટની પદવી મેળવેલી છે. તથા મુંબઇ ખાતેના ટાટા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સોશીઅલ સાયન્‍સની સોશીઅલ વર્ક વીથએ સ્‍પેશ્‍યલાઇઝેશન ઇન ફેમિલી એન્‍ડ ચાઇલ્‍ડ વેલ્‍ફેર વિષય સાથે માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે.

(9:59 pm IST)