Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર શ્રી જીતેન્દ્ર દિગંવકર શિકાગોમાં હાઇવે કમિશનર તરીકે ચૂંટણી લડશે : આ અગાઉ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થી સામે પરાજિત થયા હતા

શિકાગો : ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર શ્રી જીતેન્દ્ર  દિગંવકર શિકાગોમાં  હાઇવે કમિશનર તરીકે ચૂંટણી લડશે .તેઓ આ અગાઉ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થી સામે પરાજિત થયા હતા .

 દિગંવકર ઝેડજેટ એયર સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ છે, એક ઉદ્યોગ સાહસિક અને નાના ઉદ્યોગપતિ છે. જેઓ કહે છે કે તે  વિશ્વભરમાં મજબૂત અને સંગઠિત સમુદાય બનાવવા માટે અથાક મહેનત કરે છે.

તેઓ દ્રઢપણે માને છે કે હાલના વિકાસના મોડેલને પાયાના પરિવર્તનની જરૂર છે અને તેણે આ વિચાર પ્રક્રિયાને દૃશ્યમાન અને મૂર્ત પરિણામોમાં પ્રગટ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે .

તેઓ દોઢ દાયકાથી ટ્રાવેલિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા છે.  જેમાં મુખ્ય એરલાઇન્સ, કાર ભાડાકીય વ્યવસાયો અને વ્યવસાયિક સંપર્ક સેવાઓનો સમાવેશ થાય છે.

તેમણે એન.એચ.શાહ કોમર્સ કોલેજમાંથી બિઝનેસ મેનેજમેંટની ડિગ્રી મેળવેલી છે.

(6:27 pm IST)