Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ભગવાન શિવ હિન્દુઓના આરાધ્ય દેવ છે ,તેમને એનાઇમ ટીવીના તુચ્છ પાત્ર તરીકે ન બતાવો : યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસીડન્ટ શ્રી રાજન ઝેડની વોર્નર બ્રધર્સને અપીલ

નેવાડા : યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસીડન્ટ શ્રી રાજન ઝેડએ તાજેતરમાં જાપાનીસ એનાઇમ ટેલિવિઝન સિરીઝ દ્વારા રિલીઝ થનારી સીરીઅલ રેકોર્ડ ઓફ રંગનારોકમાં દર્શાવેલું ભગવાન શિવનું પાત્ર અયોગ્ય હોવાનો અભિપ્રાય વ્યક્ત કરી તે નહીં દર્શાવવાનો વોર્નર બ્રધર્સને અનુરોધ કર્યો છે. શ્રી રાજાને જણાવ્યું છે કે ભગવાન શિવ હિન્દુઓના આરાધ્ય દેવ છે. હિંદુઓ તેમની પૂજા કરે છે. તેમને ધંધાકીય હેતુથી ટીવી શોના તુચ્છ પાત્રમાં દર્શાવવા યોગ્ય નથી.

શ્રી  ઝેડે કહ્યું કે હિન્દુ દેવી-દેવીઓ મંદિરો અને ઘરોમાં પૂજા કરવા લાયક છે. મનોરંજન કંપનીઓ હિન્દુ શાસ્ત્રોમાં જણાવેલું તેમનું સાચું ચિત્રણ દર્શાવતા  પ્રોજેક્ટ્સ બનાવે તે આવકાર્ય છે.પરંતુ ધંધાકીય હેતુ માટે તેમનો ઉપયોગ કરી તુચ્છ દર્શાવવા  તે બાબત હિન્દુઓની લાગણી દુભાવવા સમાન છે.

ઉલ્લેખનીય છે કે હિન્દૂ ધર્મ વિશ્વનો સૌથી મોટો ત્રીજા નંબરનો ધર્મ છે.તેના 1.2 અબજ જેટલા અનુયાયીઓ છે.

(6:06 pm IST)