Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

કેરળ વિધાનસભાની ચૂંટણીમાં સૌપ્રથમવાર NRI ઉમેદવાર મેદાનમાં : યુનાઇટેડ ડેમોક્રેટ ફ્રન્ટના ઉમેદવાર તરીકે ડો.એસ.એસ.લાલએ ઉમેદવારી નોંધાવી : શાંતિ ,સંગઠન અને રાજ્યના વિકાસનો હેતુ

તિરૂવનંતપુરમ : કેરળ વિધાનસભાની ચૂંટણીમાં સૌપ્રથમવાર NRI ઉમેદવાર ડો.એસ.એસ.લાલએ ઉમેદવારી નોંધાવી છે.તેઓ યુનાઇટેડ ડેમોક્રેટ ફ્રન્ટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.તેઓ શાંતિ ,સંગઠન અને રાજ્યના વિકાસના  હેતુ સાથે ચૂંટણી લડી રહ્યા હોવાનું જણાવે છે.

યુ.ડી.એફ. ના ઉમેદવાર ડો. લાલ આરોગ્ય નિષ્ણાત તરીકે નામના ધરાવે છે. જેઓ આગામી કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કાઝાકુટ્ટમ ક્ષેત્ર, તિરુવનંતપુરમથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.

તેમણે આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે  WHO ,સહીત અનેક આરોગ્ય સંગઠનોમાં સેવાઓ આપેલી છે. તેમજ અનેક એવોર્ડ મેળવેલા છે. એક સામાજિક કાર્યકર્તા, શિક્ષણવિદ અને લેખક તરીકે, તેઓ ભારતના ઇતિહાસમાં આ નિર્ણાયક સમયે કેરળ અને ભારતની જરૂરિયાત મુજબના મહાન મૂલ્યો અને નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે.

ડો.લાલ તિરુવનંતપુરમ ડીસ્ટ્રીકટ  સાથે બાળપણથી જોડાયેલા છે . તેમણે પ્રાથમિક શિક્ષણ પેટ્ટહ, તિરુવનંતપુરમ અને સેન્ટ જોસેફ્સ સ્કૂલ ખાતે લીધું હતું.તેમણે તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.કરેલું છે.તેઓ સાહિત્ય સાથે પણ સંકળાયેલા છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:32 pm IST)